મુંબઇ હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારતને સોંપવામાં આવશે

 બાઈડન પ્રશાસને કોર્ટમાં કરી પ્રત્યાર્પણ માટે વિનંતી

મુંબઈ હુમલાનો આરોપી તહવ્વુર રાણા ભારતને સોંપવામાં આવી શકે તેવી વકી છે. અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડન વહીવટી તંત્રે કેલિફોર્નિયાની ફેડરલ કોર્ટને પ્રત્યાર્પણને મંજૂરી આપવા અનુરોધ કર્યો છે. પાકિસ્તાની મૂળનો અને કેનેડાનો વ્યવસાયી તહવ્વુર રાણા મુંબઈના 2008 ની સાલમાં આતંકવાદી હુમલાનો મુખ્ય અને ભાગેડુ આરોપી છે. તે અમેરિકામાં હોવાથી ભારત સરકારે તેના પ્રત્યર્પણ માટે રજુઆત કરી હતી.

તહવ્વુર રાણા પર 2008માં થયેલા આતંકવાદી હુમલા સિવાય અન્ય કેટલીય આતંકવાદી ઘટનાઓમાં સામેલ થવાનો પણ આરોપ છે. મુંબઈ આતંકવાદી હુમલામાં આશરે 166 લોકો માર્યા ગયા હતા જેમાં 6 અમેરિકી નાગરિકોનો પણ સમાવેશ થતો હતો. 10 જૂન, 2020ના રોજ લોસ એન્જલસ ખાતેથી તહવ્વુરની ધરપકડ કરવામાં આવી હતી અને ભારતે અમેરિકા પાસે તહવ્વુરના પ્રત્યાર્પણની વિનંતી કરેલી છે. 

લોસ એન્જલસમાં કેલિફોર્નિયાના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટની યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સોંપવામાં આવેલા દસ્તાવેજોમાં અમેરિકી સરકારે દલીલ કરી હતી કે, ભારતની પ્રત્યાર્પણ માટેની વિનંતીમાં દરેક ગુનાહિત આરોપો સાબિત કરવા માટે પૂરતા પુરાવા છે. આ કારણે ભારત રાણાના પ્રત્યાર્પણની માગણી કરી રહ્યું છે. 

 57 ,  1