મુંબઈ: BMCએ જાહેર કર્યો લેટર, પહેલા પણ આપવામાં આવી હતી ચેતવણી

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ચાર માળની ઈમારત મંગળવારે વરસાદને પગલે જમીનદોસ્ત થઈ ગઈ છે. બિલ્ડિંગ ધરાશાયી થતાં 50થી વધુ લોકો બિલ્ડિંગના કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે. ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પ્રશાસન, એમ્બ્યુલેન્સ અને એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. રાહત અને બચાવનું કામ શરૂ કરી દીધું છે. જાનમાલને નુકસાનને લઈ હજુ સુધી કોઈ પુખ્ત જાણકારી મળી નથી.

ધરાશાયી થયેલી બિલ્ડિંગ વિશે એક મોટો ખુલાસો સામે આવ્યો છે. આ બિલ્ડિંગને BMC તરફથી જ 2017માં જોખમી જાહેર કરવામાં આવી હતી. BMC દ્વારા એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, સાત ઓગસ્ટ, 2017માં જાહેર કરવામાં આવેલી આ નોટિસમાં કેસરબાઈ નામની આ બિલ્ડિંગને BMCએ C-1 જાહેર કરી હતી. તે સમયે આ બિલ્ડિંગને ખાલી કરીને તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

તે સાથે જ BMC તરફથી ચેતવણી આપવામાં આવી હતી કે, જો આ બિલ્ડિંગમાં કોઈ પણ દુર્ઘટના થશે તો તે માટે BMC જવાબદાર નહીં ગણાય. પરંતુ આ ચેતવણી પછી પણ આ બિલ્ડિંગમાં ઘણાં પરિવાર રહેતા હતા. દુર્ઘટનામાં અત્યાર સુધી 12 લોકોના મોત થયા છે તેવી જાણકારી પ્રાપ્ત થઇ રહી છે. BMCએ જાહેર કરવામાં આવેલા પત્રમાં આ બાબતનો ખુલાસો કરવામાં આવ્યો છે.

 49 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી