Update: મુંબઇમાં ચાર માળનું ઈમારત જમીનદોસ્ત થતા 12ના મોત

Mumbai: Rescue operations underway at Kesarbai building - a four-storey building that collapsed in south Mumbai's Dongri on July 16, 2019. At least 50 people feared trapped in the debris (Photo: IANS)

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ચાર માળની ઈમારત મંગળવારે વરસાદને પગલે જમીનદોસ્ત થઈ ગઈ છે. બિલ્ડિંગ ધરાશાયી થતાં 50થી વધુ લોકો બિલ્ડિંગના કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે. બિલ્ડિંગ ધરાશાયી થતા અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. જ્યારે બિલ્ડિંગના કાટમાળમાં હજુ સુધી 27 લોકો ફસાયા હોવાથી રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યાં છે.

એનડીઆરએફના જણાવ્યા પ્રમાણે સાંકડી ગલી હોવાના કારણે રાહત અને બચાવ કાર્યમાં મુશ્કેલી આવી રહી છે. જેસીબી જેવા મશીન પણ આ ગલીમાં જઈ શકતા નથી. તેથી લોકોએ માનવસાંકળ બનાવીને રાહત કામગીરી શરૂ કરી છે.

કેસરબાઇ બિલ્ડિંગના ધરાશાયી થવા પર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, આ બિલ્ડિંગમાં લગભગ 15 પરિવાર રહેતા હતા. જેમનું કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. અમારી પ્રાથમિકતા પ્રભાવિત લોકોને મદદ પહોંચાડવાની છે. ઘટના બાદ આસપાસની બિલ્ડિંગો ખાલી કરાવી દેવામાં આવી છે.

મુંબઇ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ રાહત બચાવ કાર્યમાં લાગી ગઇ છે. જણાવી દઇએ જે બિલ્ડિંગ ધરાશાયી થઇ છે તે લગભગ 100 વર્ષથી વધારે જુની જણાવવામાં આવી રહી છે. બીએમસીનાં જણાવ્યાં પ્રમાણે આજે સવારે 11 વાગીને 48 મિનિટે આ ઘટના ઘટી હતી. ડોંગરીનાં ટાંડેલ ગલીમાં કેસરબાઇ નામની બિલ્ડિંગનો અડધો ભાગ પડી ગયો હતો. આ બિલ્ડિંગ અબ્દુલ હમીદ શાહ દરગાહની પાછળ છે અને ઘણી જ જૂની છે.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી