મુંબઈ ડ્રગ્સ કેસ, હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો કેસ..

કેસની CBI તપાસની માગ અને કેસના સાક્ષીને સુરક્ષા આપવાની માગ

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં કેસની સીબીઆઈ તપાસની માગ અને કેસના સાક્ષીને સુરક્ષા આપવાની માગ કરવામાં આવી છે. અરજીમાં આરોપ લગાવાયો છે કે આ મામલે એનસીબી દ્વારા કરવામાં આવી રહેલી તપાસમાં હસ્તક્ષેપ કરવામાં આવ્યો છે. જાણકારી અનુસાર આ અરજી વકીલ એમએલ શર્માએ દાખલ કરી છે.

જનહિત અરજીએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને કાયદા પંચના વિભિન્ન રિપોર્ટમાં નેશનલ વિટનેસ પ્રોટેક્શન સ્કીમ તૈયાર કરવાનો નિર્દેશ આપવાની પણ માગ કરી છે. આ મામલે ફિલ્મ અભિનેતા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન તેના મિત્ર અરબાઝ મરચન્ટ અને મુનમુન ધમેચા સહિત કેટલાક લોકોની ધરપરડ કરી હતી. ત્યાં આર્યન ખાનને બોમ્બે હાઈકોર્ટે ધરપકડના 25 દિવસ બાદ જામીન આપ્યા હતા.

આ અરજીમાં મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક તરફથી એનસીબીના અધિકારી સમીર વાનખેડે અને અન્ય વિરૂદ્ધ લગાવવામાં આવેલા આરોપોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અરજીમાં નિયમોનો હવાલો આપતા પૂછવામાં આવ્યુ કે શુ કોઈ મંત્રી તપાસમાં હસ્તક્ષેપ કરવા અને તપાસ અધિકારીને બદનામ કર્યા બાદ પણ બંધારણીય પદ પર રહી શકે છે. બંધારણ અનુસાર કોઈ પણને ફોજદારી ન્યાય પ્રણાલીમાં હસ્તક્ષેપ કરવાની અનુમતિ નથી.

આ સાથે જ અરજીમાં ડ્રગ્સ પાર્ટી મામલે જોડાયેલા સાક્ષીને સુરક્ષાની અપીલ પણ કરવામાં આવી છે. અરજીકર્તાનુ કહેવુ છે કે સાક્ષીની ધરપકડ થવી જોઈએ નહીં અને ના જ તેમને આરોપીઓના પક્ષમાં અનુકૂળ નિવેદન આપવા માટે હેરાન કરવા જોઈએ.

ઉલ્લેખનીય છે કે એનસીબીએ 2 ઓક્ટોબરે મુંબઈથી ગોવા જઈ રહેલા એક ક્રૂઝમાં ડ્રગ્સ પાર્ટીનો હવાલો આપતા 20 લોકોને ધરપકડમાં લીધા હતા. ત્યાં પૂછપરછ બાદ આમાથી મોટાભાગના લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન પણ સામેલ હતા, જેને 25 દિવસ બાદ તાજેતરમાં જ હાઈકોર્ટે જામીન આપી દીધા છે.

 11 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી