મુંબઈના મોલમાં લાગેલી ભીષણ આગ બેકાબૂ : 3 હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા, Video

સુરક્ષા અને સલામતીને લઇ બાજુની બિલ્ડિંગની પણ ખાલી કરવામાં આવી, આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ જારી 

ગુરુવારે રાત્રે મુંબઇના એક મોલમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં ફાયર વિભાગના 2 કર્મચારી ઘાયલ થયા છે. આ માહિતી ફાયર વિભાગના અધિકારીએ આપી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈના સિટી સેન્ટર મોલમાં રાત્રે 8.53 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. તેમણે કહ્યું કે આ માહિતી મળતાં જ આગને કાબૂમાં લેવા માટે દસ ફાયર એન્જિન અને સાત જેટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે આગ હજુ પણ બેકાબૂ છે, તો બીજી તરફ બાજુની બિલ્ડિગના 3500 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.

મળતી વિગત મુજબ, મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના નાગપાડામાં આવેલા સિટી સેન્ટર મોલમાં ગુરુવારે રાતે અચાનક આગ ભડકી અને અફરાતફરી મચી ગઈ. ઘટના સમયે મોલમાં લગભગ 250થી 300 લોકો હાજર હતા. આ લોકોને સમયસર મોલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા. રાહતની વાત એ રહી કે આગની આ ઘટનામાં કોઈ પણ ઘાયલ થયું નથી. 

ફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા મુજબ મોલના સેકન્ડ ફ્લોર પર આવેલી એક મોબાઈલ શોપમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. મોલમાં વેન્ટિલેશનની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે પણ ત્યાં ઘણો ઘૂમાડો ભરાઈ ગયો હતો. આ કારણે ફાયરની ટીમે મોલમાં લાગેલા મોટા મોટા કાચ તોડવા પડ્યા જેથી કરીને ધૂમાડો બહાર નીકળી શકે. ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા મુજબ આગની જાણ થતા જ તમામ લોકોએ પોત પોતાના સ્તરે એક્શન લઈને પોલીસ, ફાયર વિભાગ અને અન્ય જરૂરી વ્યવસ્થા કરી અને તેના કારણે એક જીવલેણ અકસ્માત ટાળી શકાયો. 

ફાયર ફાઇટરે જણાવ્યું કે જ્યાં આગ લાગી છે તેની પાસે જ 55 માળનો એક રહેણાક વિસ્તાર પર આવ્યો છે. જે મોલની ખૂબ જ પાસે છે. માટે સુરક્ષા અને સલામતીના કારણોથી આ બિલ્ડિંગની પણ ખાલી કરવામાં આવી છે. આ વિસ્તારમાં આગ લાગ્યા પછી આજુબાજુની બિલ્ડિંગમાંથી 3500 લોકોને સાવચેતીના પગલા રૂપે બહાર નિકાળવામાં આવ્યા છે. અને હજી પણ આગ પરથી કાબુ નથી મેળવી શકાયો. 

 73 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર