માયાનગરી મુંબઈની ‘બત્તી ગુલ’ : ગ્રિડ ફેલ થવાને વીજપુરવઠો ખોરવાયો, લોકલ ટ્રેનોનું સંચાલન ઠપ

મુંબઈમાં વીજપુરવઠો ખોરવાતા માયાનગરીની રફતાર થંભી, લોકલ ટ્રેનની સેવાઓને પણ અસર

ગ્રિડ ફેલ થવાના કારણે આજે સવારે દેશની આર્થિક રાજધાની મુંબઈના અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ ગઈ. વીજ પૂરવઠો ખોરવાઈ જવાથી જરૂરિયાતની સેવાઓ માટે ચલાવવામાં આવી રહેલી મુંબઈની લાઈફલાઈન લોકલ ટ્રેનો પણ અટકી પડી. વીજળી પૂરવઠો ખોરવાતા જૂહુ, અંધેરી, મીરા રોડ, નવી મુંબઈ, થાણે અને પનવેલ વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા. સ્થાનિક લોકો ટવિટર પર સતત અચાનક વીજળી ડૂલ થવાની ફરિયાદો કરી રહ્યા છે.

જો કે બે કલાક બાદ હાલ શહેરના 20 ટકા વિસ્તારમાં વીજળીની આપૂર્તિ શરૂ થઈ ગઈ છે.

વીજળી ઠપ થઈ જવાને કારણે મુંબઈની કોલેજમાં સોમવારે યોજાનારી અંતિમ વર્ષની ઓનલાઇન પરીક્ષા સ્થગિત કરી દેવાઈ છે. બોમ્બે હાઈકોર્ટમાં વિડિયો-કોન્ફરન્સ દ્વારા થનારી સુનાવણીને પણ અટકાવી દેવાઈ છે.

બૃહદ મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટના પ્રવક્તાએ પુષ્ટિત કરતા કહ્યું કે ગ્રિડની ખરાબીના કારણે શહેરમાં વીજળીનો પૂરવઠો ખોરવાયો છે. વીજળી વિભાગ દ્વારા કરાયેલી એક ટ્વીટ મુજબ TATAમાથી આવતી વીજળીના પૂરવઠામાં મુશ્કેલી સર્જાતા વિદ્યુત પૂરવઠો ખોરવાયો છે. 

BEST (Brihanmumbai Electric Supply and Transport) તરફથી ટ્વીટ કરવામાં આવ્યું છે કે, ટાટા ખાતે આવતી વીજળીનો સપ્લાય અટકી જતાં વીજળી સેવા બાધિત થઈ છે. તકલીફ બદલ માફી માંગીએ છીએ.

મુંબઈમાં  વીજળી સેવા પૂરી પાડતી અદાણી ઇલેક્ટ્રિસિટી તરફથી કહેવામાં આવ્યું છે કે, મુંબઈમાં હાલ અમે ઇમરજન્સી સેવાઓને વીજળી સેવા પૂરી પાડી રહ્યા છીએ. મુંબઈમાં વીજળી સેવા પૂરી પાડતી કંપનીઓમાં રાજ્ય હસ્તકની BEST ઉપરાંત અદાણી ઇલેક્ટ્રિસિટી અને ટાટા પાવર સપ્લાયનો સમાવેશ થાય છે.

ઊર્જામંત્રી નીતિશ રાઉતે કહ્યું હતુંકે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વીજળનો પુરવઠો ફરી ચાલુ કરવાનું કામ ચાલી રહ્યું છે. એક કલાકમાં વીજળી આવી જશે. નેશનલ સ્ટોક એક્સચેન્જે એક ટ્વીટમાં કહ્યું છે કે ત્યાં સામાન્ય રીતે કામ થઈ રહ્યું છે.

 38 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર