મુંબઈ: જામીન અરજીની વીડિયો ગ્રાફી કરવા હાઈકોર્ટનો હુકમ

બોમ્બે હાઈકોર્ટ દ્વારા વિવાદાસ્પદ ડો. પાયલ તડવી આપઘાત કેસમાં ત્રણ આરોપીઓની જામીન અરજીની સુનાવણીની પ્રક્રિયાની વીડિયો ગ્રાફી કરવા હુકમ કર્યો છે. આરોપીને વકીલ દ્વારા કોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું કે માત્ર કોર્ટના ચુકાદાની વીડિયો ગ્રાફીની જોગવાઈ છે. પરંતુ જામીન અરજીની વીડિયો ગ્રાફી કરવાની જોગવાઈ નથી. કોર્ટે દલીલ ફગાવીને કોર્ટ રજીસ્ટ્રીને વીડિયો ગ્રાફીની વ્યવસ્થા કરવા જણાવી છે.

મુંબઈની એક હોસ્પિટલમાં PG બીજા વર્ષમાં અભ્યાસ કરતી દલિત સમાજની યુવતી ડોક્ટર પાયલ તડવીએ આપઘાત કર્યો હતો. તેણે સુસાઈડ નોટમાં ત્રણ ડોકટરોના નામો આપીને લખ્યું હતું કે, આ ડોકટરો દ્વારા તેની જાતિને લઈને ટિપ્પણી કરવામાં આવે છે, હેરાન કરવામાં આવે છે તેથી તે આપઘાત કરી રહી છે.

પોલીસે ત્રણ ડોકટરોની સામે ફરિયાદ નોંધી છે. આ ત્રણ આરોપીઓએ જામીન માટે અરજી કરતા હાઈકોર્ટે જામીન અરજીની વીડિયો ગ્રાફી કરવાનું આદેશ આપ્યો છે.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી