મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સ સામે આસાન જીત મેળવી

કોલકાતાએ દિલ્હી કેપિટલ્સને હરાવીને પ્લેઓફની આશા જીવંત રાખી

કોલકાતા નાઈટરાઈડર્સે દિલ્હી કેપિટલ્સને ત્રણ વિકેટથી પરાજય આપીને પ્લે ઓફમાં પ્રવેશની આશા જીવંત રાખી હતી. ફર્ગ્યુસન, નારાયણ અને વેંકટેશ ઐયરે ૨-૨ વિકેટ ઝડપતાં કોલકાતાએ દિલ્હી કેપિટલ્સને ૯ વિકેટે 127 સુધી સિમિત રાખ્યું હતુ. કોલકાતા નાઈટરાઈડર્સે ૧૮.૨ ઓવરમાં જ સાત વિકેટે ૧૩૦ રન કરતાં મેચ જીતી લીધી હતી. દિલ્હીના અવેશ ખાને ત્રણ વિકેટ ઝડપી હતી. નારાયણ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. જેણે બે વિકેટ ઝડપવા ઉપરાંત ૧૦ બોલમાં ૨૧ રન પણ કર્યા હતા.

કોલકાતાએ ટોસ જીતીને દિલ્હીને બેટીંગમાં ઉતાર્યું હતુ. દિલ્હી તરફથી ઓપનર સ્મિથે ૩૪ બોલમાં ૪ ચોગ્ગા સાથે ૩૯ રન ફટકાર્યા હતા. ધવને ૨૪ રન કર્યા હતા. જોકે શ્રેયર ઐયર ૧ રને આઉટ થયો હતો. રિષભ પંતે ૩૬ બોલમાં ૩ ચોગ્ગા સાથે ૩૯ રન નોંધાવ્યા હતા.

બીજી મેચમાં સૌરભ તિવારીએ ૩૭ બોલમાં ૩ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૪૫ અને હાર્દિક પંડયાએ ૩૦ બોલમાં ૪ ચોગ્ગા અને બે છગ્ગા સાથે અણનમ ૪૦ રન ફટકારતાં મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સ સામે છ વિકેટથી આસાન જીત હાંસલ કરી હતી. આ સાથે મુંબઈએ યુએઈમાં સૌપ્રથમ જીત મેળવતા સળંગ ત્રણ હારનો સિલસિલો અટકાવ્યો હતો. જીતવા માટેના ૧૩૬ના ટાર્ગેટ સામે મુંબઈએ ૧૯ ઓવરમાં ચાર વિકેટે ૧૩૭ રન નોંધાવ્યા હતા. ડી કૉકે ૨૭ રન કર્યા હતા. જ્યારે પોલાર્ડ ૭ બોલમાં ૧૫ રને અણનમ રહ્યો હતો.

આ જીતની સાથે મુંબઈની ટીમ પોઈન્ટ ટેબલમાં ૧૦ પોઈન્ટ સાથે પાંચમા ક્રમે આવી પહોંચી છે.

ચેન્નાઈ (16 )
દિલ્હી (16)
બેંગ્લોર (12)
કોલકાતા (10)

 42 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી