મુંબઈ પોલીસ કમિશનર પરમવીર સિંહને હટાવ્યા, હેમંત નાગરાલેને સોંપાયો ચાર્જ

પરમવીર સિંહની બદલી હોમગાર્ડ વિભાગમાં કરાઇ

એન્ટીલિયા તપાસ વચ્ચે ઉદ્ધવ સરકારે મોટો નિર્ણય લીધો છે. મુંબઈના પોલીસ કમિશનર પરમવીર સિંહની બદલી કરી દેવામાં આવી છે. તેમના સ્થાને હેમંત નાગરાલે મુંબઈ કમિશનરનું પદ સંભાળશે. પરમવીર સિંહની બદલી હોમગાર્ડ વિભાગમાં કરવામાં આવી છે. 1987ની બેંચના IPS અધિકારી હેમંત નાગરાલેને મુંબઈના નવા કમિશનર બનાવવામાં આવ્યા છે. નાગરાલે હાલ મહારાષ્ટ્રના DGP પદની વધારાની જવાબદારી સંભાળી રહ્યાં હતા.

 72 ,  1