September 25, 2020
September 25, 2020

સુશાંત કેસ મામલે મુંબઈ પોલીસે કર્યા અનેક ચોંકાવનારા ખુલાસા, કહ્યું – બિહાર પોલીસને તપાસ કરવાનો અધિકાર નથી

આત્મહત્યા પહેલાં સુશાંતસિંહ રાજપૂતે ગૂગલ પર સર્ચ કરી હતી આ ત્રણ વસ્તુઓ

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં વિવાદ વધી રહ્યો છે. બિહાર પોલીસ સતત મુંબઈ પોલીસ પર તપાસમાં સહકાર ન આપવાનો આરોપ લગાવી રહી છે. દરમિયાન હવે મુંબઈ પોલીસ કમિશનર પરમવીરસિંહે એક મોટું નિવેદન આપ્યું છે. પરમવીરસિંહે કહ્યું છે કે મુંબઇ પોલીસ આ કેસની વિગતવાર તપાસ કરી રહી છે અને આજ સુધી અમે આ કેસમાં 56 લોકોના નિવેદનો નોંધ્યા છે.

આજે પત્રકાર પરિષદમાં પરમવીરસિંહે જણાવ્યું હતું, તપાસ ચાલુ છે અને હજી સુધી કોઈ નિષ્કર્ષ કાઢવામાં આવ્યો નથી. વધુમાં તેમણે જણાવ્યું, બિહાર પોલીસને આ મામલે તપાસ કરવાનો અધિકાર નથી.

પોલીસ કમિશનર પરમવીરસિંહે એમ પણ કહ્યું હતું, કે અમે આ કેસની તપાસ દરમિયાન સુશાંતની બહેનોને પણ બોલાવ્યા હતા, પરંતુ તે આવ્યા નહીં. અમે 13 અને 14 જૂનના સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે. તેમણે કહ્યું છે કે, “સુશાંતના બેંક ખાતાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે અને આ મામલે તેમના સીએની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

કમિશનર પરમવીરસિંહે કહ્યું હતું કે સુશાંતે આત્મહત્યા કરતા પહેલા ગૂગલ પર ઘણી વસ્તુઓની શોધ કરી હતી. આમાં બાયપોલર ડિસઓર્ડર, સ્કિઝોફ્રેનિઆ, પીડારહિત મૃત્યુ અને પોતાનું નામ શામેલ છે. જણાવી દઈએ કે બાઈપોલર ડિસઓર્ડર અને સ્કિઝોફ્રેનિઆ એ ગંભીર માનસિક બિમારીઓ છે અને તેના ઘણીવાર જીવલેણ પરિણામ પણ આવે છે.

કમિશનરના જણાવ્યા મુજબ, રિયા ચક્રવર્તી 8 જૂને સુશાંત સિંહ રાજપૂતના ઘરેથી નીકળી ગઈ હતી, કારણ કે તે પણ હતાશ હતી. તેની હાલત પણ સારી નહોતી, તેથી તે ત્યાંથી ચાલી ગઈ હતી. આ પછી સુશાંતની બહેન આવી અને તે પણ 13 જૂને નીકળી, કારણ કે તેની પુત્રીની પરીક્ષા હતી. કમિશનરના જણાવ્યા મુજબ રિયાના બે વખત નિવેદનો લેવામાં આવ્યા છે. જેમાં સામે આવ્યું છે કે તેમના સંબંધોમાં કંઈક ખટાશ આવી હતી. તેમણે મળવાની વાતથી લઈને સુશાંતની માનસિક સ્થિતિ અને કેટલીક ઘટનાઓ વિશે જણાવ્યું. અમે બધું ક્રોસ-ચેક કર્યું છે. રિયા ચક્રવર્તી અને સુશાંતના પરિવાર વચ્ચે થોડો મતભેદ હતો.

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં ધીમે-ધીમે નવા ટ્વિસ્ટ અને ટર્ન આવી રહ્યા છે. આ કેસમાં મહારાષ્ટ્ર પોલીસ અને બિહાર પોલીસ વચ્ચે ખેંચતાણ પણ દેખાઈ રહી છે. તપાસમાં રવિવારે મુંબઈ પહોંચેલા પટનાનાં SP વિનય કુમાર તિવારીને BMCએ ક્વોરન્ટીન કર્યા છે. તેમના હાથમાં ક્વોરન્ટીનનો સિક્કો લાગ્યા બાદ વિવાદ વધુ પકડ્યો છે. બિહારના સીએમ નીતિશ કુમારે પણ આ અંગે નારાજગી વ્યક્ત કરી છે.

 873 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર