September 23, 2021
September 23, 2021

માદક પદાર્થ સાથે ઝડપાયો મુંબઇનો યુટ્યુબર…

બોલિવુડ સાથે પણ જોડાયેલો છે આ યુટ્યુબ પર ચેનલ ચલાવનાર

મુંબઈ પોલીસે શુક્રવારે એક યુટ્યુબરની ધરપકડ કરી હતી. તેની પાસેથી આશરે 50 લાખ રૂપિયાનું એક કિલો ચરસ મળી આવ્યું હતુ. આ અંગે એક અધિકારીએ જણાવ્યું કે ગૌતમ દત્તાની મુંબઈ ક્રાઈમ બ્રાંચના એન્ટી ડ્રગ સેલ (ANC) દ્વારા અંધેરી (West) માંથી તેની ધરપકડ કરવામાં આવી હતી.

અધિકારીએ જણાવ્યુ હતુ કે, જુહુ-વર્સોવામાં રહેતા ગૌતમ દત્તા યુ ટ્યુબ પર ચેનલ ચલાવે છે અને આ ચેનલના ડિરેક્ટર પણ છે. અધિકારીએ કહ્યું કે તે બોલિવૂડ સાથે સારી રીતે જોડાયેલ છે અને ફિલ્મ કલાકારોને ચરસ સપ્લાય કરતો હોવાની શંકા છે.

અભિનેત્રી રકુલ પ્રીત સિંહ ED સમક્ષ હાજર થઈ

2017 માં હૈદરાબાદમાં ડ્રગ સ્મગલર કેસના સંદર્ભમાં મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં અભિનેત્રી રકુલ પ્રીત સિંહ શુક્રવારે ED સમક્ષ હાજર થઈ હતી.ઉલ્લેખનીય છે કે, ED એ તેમને હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું.

અગાઉ, EDએ તેલુગુ ફિલ્મ ઉદ્યોગની 10 સેલિબ્રિટીને LSD અને MDMA જેવા માદક દ્રવ્યો સપ્લાય કરવા અંતર્ગત કેસના સંદર્ભમાં સમન્સ પાઠવ્યા હતા. આ ગેંગનો તેલંગાણાના પ્રોહિબિશન એન્ડ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે પર્દાફાશ કર્યો હતો. ED એ આ કેસમાં તેલુગુ ફિલ્મ(Telugu Movie)  નિર્દેશક પુરી જગન્નાથ અને અભિનેત્રી ચાર્મી કૌરની પણ પૂછપરછ કરવામાં આવી છે.

 55 ,  1