September 19, 2020
September 19, 2020

પાણીમાં ડૂબી ‘માયાનગરી’, રેડ એલર્ટ જાહેર, PM મોદીએ આપ્યું મદદનું આશ્વાસન

મુંબઈમાં અનેક વિસ્તાર જળબંબાકાર, ભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર

મુંબઈમાં ભારે વરસાદે ભારે તબાહી મચાવી છે. ચારે બાજુએ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. વરસાદે 46 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે, દર એક કિલોમીટરે વિસ્તારમાં પાણી જોવા મળી રહ્યા છે. રસ્તા તળાવ બની ગયા છે. સ્થિતિ એ છે કે ગાડીઓ તરતી જોવા મળી રહી છે. ભારે વરસાદે ટ્રાફીકની ગતિ અટકાવી દીધી છે. ભારે પવનને કારણે અનેક બિલ્ડિંગની છત ઉડી ગઈ છે.

ચેમ્બુર, પરેલ, ભાયખલ્લા, દાદર, હિન્દમાતા, કિંગ્સ સર્કલ, અંધેરી, સાંતાક્રૂઝ, બોરીવલી, નાલાસોપારા, અને અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ બાજુ વાહન વ્યવહાર અને રેલવે સેવા પણ ખુબ પ્રભાવિત થઈ છે. 

ટ્રેક પર પાણી ભરાવવાના કારણે સેન્ટ્રલ રેલવેના મસ્જિદ અને ભાયખલ્લા સ્ટેશનો વચ્ચે બે ટ્રેનો ફસાઈ ગઈ. NDRF અને રેલવે સુરક્ષા દળ (RPF)એ બે લોકલ ટ્રેનોમાં ફસાયેલા 290 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. મધ્ય રેલવેના મુખ્ય પ્રવક્તાએ આ જાણકારી આપી. 

PM મોદીએ CM ઉદ્ધવ ઠાકરે સાથે કરી વાત

આ બાજુ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં આફતનો વરસાદ જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરીને તેમને પૂરેપૂરી મદદનું આશ્વાસન આપ્યું છે.

પીએમ કાર્યાલયે એક ટ્વિટમાં જણાવ્યું કે ‘પીએમ નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના પગલે ઉત્પન્ન થયેલી સ્થિતિ પર વાત કરી.’

આ બાજુ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કાર્યાલયે પણ બુધવારે મોડી રાતે કહ્યું કે ઠાકરેએ ભારે વરસાદના સમયમાં નાગરિકોની સુરક્ષા માટે ઉઠાવવામાં આવેલા પગલાં વિશે પીએમ મોદીને જાણ કરી છે. 

મુંબઈ સહિત ઘણા વિસ્તારમાં રેડ એલર્ટ

મુંબઈ ઉપરાંત પુણે, પાલઘર, થાણે, કોંકણમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે 24 કલાક દરમિયાન સાંતાક્રુઝમાં 84..2 મીમી અને કોલાબામાં 53.2મીમી વરસાદ નોંધ્યો છે. તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં BMCએ રેડ એલર્ટ જાહેર કર્યું છે.

ભારે વરસાદના કારણે મધ્ય રેલવે અને હાર્બર રેલવે સેવાના પાટા પર પાણી ભરાયા હતા. આથી આ બન્ને રૃટની સેવા ખોરવાઈ હતી. જ્યારે પશ્ચિમ રેલવેમાં માહિમ, ચર્નિરોડ અને મરીનલાઈન્સ ખાતે પાટા નજીક આવેલા વૃક્ષો તૂટી પડતાં તે ઓવરહેડ વાયર પડતાં પશ્ચિમ રેલવેની સેવા ખોરવાઈ હતી. રખડી પડેલા પ્રવાસીઓને હંગામી ધોરણે ત્યાં નજીકમાં આવેલી પાલિકાની શાળામાં આશ્રય અપાયો હતો.

રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે ભાયકળા સ્ટેશનની વચ્ચે 2 લોકલ ટ્રેન ફસાઈ ગઈ હતી. સીએસટીથી કર્જત જનારા લગભગ 500 પ્રવાસીઓને એનડીઆરએફ અને રેલવેની ટીમે બચાવ્યા હતા. લોકોને બચાવવા માટે આખી રાત રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવ્યું  હતું.

 87 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર