બિહારના મુંગેરમાં ફરી હિંસા : પોલીસ સ્ટેશનમાં કરી આગચાંપી, DM-SPને હટાવવાનો આદેશ

હિંસા અને આગચંપીની વચ્ચે ચૂંટણી પંચે જિલ્લાના ડીએમ અને એસપીને કર્યા દુર

બિહારના મુંગેરમાં મૂર્તિઓના વિસર્જનની ઘટના આજે ફરી એક ઘટના બની છે. ગુસ્સે ભરાયેલા લોકોએ પૂર્વ સરાય પોલીસ સ્ટેશનમાં આગ ચાંપી દીધી છે. સ્થાનિક મીડિયા અનુસાર, સેંકડો યુવકો આજે રસ્તા પર ઉતરી ગયા હતા અને મૂર્તિના વિસર્જન દરમિયાન થતી હિંસાના વિરોધમાં પોલીસ અધિક્ષક કચેરી પહોંચ્યા હતા. આ લોકોએ અહીં હંગામો મચાવ્યો હતો.

દરમિયાન ચૂંટણી પંચે મુંગેરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટ અને SPને હટાવવાનો આદેશ આપ્યો છે. આ સાથે સમગ્ર મામલાની તપાસ મગધના ડિવિઝન કમિશનરને સોંપવામાં આવી છે, જે સાત દિવસમાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે. નવા ડીએમ અને એસપીને ટૂંક સમયમાં તૈનાત કરવામાં આવશે.

વિરોધ કરી રહેલા લોકોએ પોલીસવાહનમાં આગચંપી કરી તથા પોલીસ સ્ટેશને પણ પથ્થરમારો કર્યો છે. હકીકતમાં મુંગેરમાં લોકો સતત કાર્યવાહીની માગણી કરી રહ્યા છે અને હજુ સુધી દોષિતો પર કોઈ કાર્યવાહી ન થવાના કારણે નારાજ લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો છે. 

જણાવી દઇએ, સોમવારે મોડી રાતે બિહારના મુંગેર જિલ્લામાં મૂર્તિ વિસર્જન દરમિયાન પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતું. આ દરમિયાન થયેલી હિંસામાં એક યુવકનું મોત થયું. આ સાથે જ પોલીસના લગભગ બે ડઝન જેટલા જવાનો પથ્થરબાજી અને ફાયરિંગની ઝપેટમાં આવી જવાથી ઘાયલ થયા. નોંધનીય છે કે જિલ્લાના એસપી લીપિ સિંહ અને ડીએમ રાજેશ મીણાએ અધિકૃત નિવેદનમાં આ ઘટના માટે અસામાજિક તત્વોને જવાબદારી ઠેરવ્યા હતાં. 

 58 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર