AMC: અમદાવાદના મ્યુનિ.કમિશનરે ઓચિંતી મુલાકાત લેતા તંત્રમાં ફફડાટ…Video

અમદાવાદ શહેરા પૂર્વ વિસ્તારમાં સ્વચ્છતાનો તાગ મેળવવા માટે મ્યુનિ.કમિશનર વિજય નહેરાએ અધિકારીઓને સાથે રાખીને સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. ગંદકીની ફરિયાદો બાદ કમિશનરે નિકોલમાં પણ પગપાળા ચાલી મેનહોલ, કેચપીટ, પંપિંગ સ્ટેશન સહિતની વિવિધ વિસ્તારોની આકસ્મિત મુલાકાત લીધી હતી. અને જાહેર સ્થળો પર સફાઈનું નિરીક્ષણ કર્યું હતું. જણાવી દઇએ, સ્થાનિકોએ થોડાક દિવસ અગાઉ જાહેર સ્થળો પર વરસાદી પાણી તેમજ વધતી જતી ગંદકીને લઇ કમિશનરને કરી રજુઆત કરી હતી. સ્થાનિકોની રજુઆત બાદ કમિશનરે ખુદ પગપાળા ચાલી અચાનક ગંદકી વાળા વિસ્તારોની મુલાકાત લીધી હતી.

નિકોલની મુલાકાત બાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતું કે સામાન્ય વરસાદ માં પણ પાણી ભરાય એ સ્વીકાર્ય નથી, સમગ્ર શહેર ની ડ્રેનેજ અને વરસાદી લાઈનની તપાસ માટે આદેશ આપ્યા છે. તેમણે કહ્યું, નાગરિકોની અપેક્ષા અમારા પ્રત્યે વધી છે, જેને પૂર્ણ કરવી એ અમારી જવાબદારી છે. ગત વર્ષે 208 સ્થળે પાણી ભરાયા હતા, વરસાદ ના બીજા રાઉન્ડમાં આ આંકડો ઓછો કરવાના પ્રયત્ન ચાલુ છે. તેમણે એવી પણ ખાતરી આપી હતી કે લોકોને ઓછામાં ઓછી મુશ્કેલીઓ પડે એવા પ્રયત્નો કરી રહ્યા છે.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી