મુનવ્વર ફારુકીના કાર્યક્રમો ગુજરાતમાં યોજવા નહિ દઈએ – બજરંગ દળની ચેતવણી

બજરંગ દળે ધમકી આપતા કહ્યું- માઠા પરિણામો ભોગવવા પડશે

જાણીતા સ્ટેન્ડ અપ કોમેડિયન મુનવ્વર ફારુકી ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. આ વખતે તે પોતાના શૉને લઇને ચર્ચામાં છે, કેમ કે આગામી ઓક્ટોબર મહિનાના પહેલા સપ્તાહમાં ગુજરાતના જુદાજુદા શહેરોમાં તેના શૉનુ આયોજન કરવામાં આવ્યુ છે, જેનો વિરોધ વિશ્વ હિન્દુ પરિષદ કરી રહ્યું છે.

મુનવ્વર ફારુકીના શૉને લઇને વિશ્વ હિન્દુ પરિષદના જ્વલંત મહેતાએ ખુલ્લેઆમ ધમકી આપતા કહી દીધુ છે કે, શૉ થવા દેવામાં આવશે નહીં. તેમને કહ્યું કે હિન્દુ ધર્મનું અપમાન કરનારા મુનવ્વર ફારુકીને ગુજરાતમાં ક્યાંય પણ શો થવા દેવામાં આવશે નહીં. VHP દ્વારા ચેતાવણી આપવામાં આવી છે કે, મુનવ્વર ફારુકીના તમામ શૉને તાત્કાલિક ધોરણે રદ્દ કરી દેવામાં આવે નહીંતર, શૉના આયોજકોને નુકસાની વેઠવા તૈયાર રહેવુ પડશે, અમે શૉ નહીં થવા દઇએ.

એક ઓનલાઈન ટિકિટ બૂકીંગ વેબસાઈટના જણાવ્યા અનુસાર મુનવર ફારુકી આગામી મહિને ગુજરાતમાં ત્રણ શો ડોંગરી ટુ નોવેર કરશે. આ કાર્યક્રમો 1લી ઓકટોબરે સુરતમાં, ત્યાર બાદ અમદાવાદ અને પછી બરોડામાં યોજાશે.

અગાઉ આ વર્ષે ફારુકીને કોવિડના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તેમજ ધાર્મિક ભાવના દુભાવવાના આરોપસર ઈન્દોરમાં અટકમાં લેવાયો હતો. તેને અટકના એક મહિના બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મળી હતી. ફારુકી સામે હિંદ રક્ષક સંગઠનના કન્વીનર એકલવ્ય ગૌરની ફરિયાદના આધારે કેસ દાખલ કરાયો હતો.

દરમ્યાન ઉત્તર ગુજરાતના બજરંગ દળના કન્વીનર જ્વલિત મહેતાએ જણાવ્યું કે મુનવર ફારુકી પોતાના કાર્યક્રમોમાં સતત હિન્દુ દેવી દેવતાઓની મશ્કરી કરતો રહ્યો છે. પોતાની કહેવાતી કોમેડી દ્વારા તે હિન્દુઓની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડી રહ્યો છે. હિન્દુ સમાજ તો સહિષ્ણુ છે પણ ફારુકી સહિષ્ણુ નથી. બજરંગ દળને જેવા સાથે તેવા થતા આવડે છે એવી ચેતવણી બજરંગ દળના આગેવાને આપી હતી.

 49 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી