મેરઠ : લગ્ન સમારોહમાં વરરાજાની ભાણી સાથે ગેંગરેપ બાદ હત્યા

3 લોકોની ધરપકડ કરી પોલીસે પુછપરછ હાથ ધરી

મેરઠના ભાવનપુરના એક લગ્ન મંડપમાં સોમવારે મોડી રાતે લગ્ન સમારોહ દરમિયાન વરરાજાની ભાણી સાથે ગેંગરેપ બાદ હત્યાની ચકચાર મચાવતી ઘટના પ્રકાશમાં આવી છે.

જાગૃતિ વિહાર વિસ્તારનો પરિવાર સોમવારે રાતે ભાવનપુરના દતાવલીમાં રેડ કારપેટ મંડપમાં લગ્ન સમારોહમાં આવ્યો હતો. લગ્ન કાર્યક્રમમાં યુવતી ગુમ થઈ ગઈ હતી. શોધખોળ કરવા પર યુવતીની લાશ લગ્ન મંડપના એક રુમ નંબર -2ના બાથરુમમાં અસ્ત વ્યસ્ત સ્થિતિમાં મળી. આ રુમમાં મેરઠ પોલીસ લાઈનમાં તૈનાત પોલીસ કોન્સ્ટેબલ રવિ બાલિયાન નશાની હાલતમાં મળ્યો હતો. ગુસ્સે ભરાયેલા પરિવારજનોએ તેને ઢોર માર માર્યો તેના બચાવમાં આવેલા મંડપના મેનેજર વિકાસ ગુપ્તા તથા અંશુલ ગુપ્તા સાથે પર હાથ ચાલાકી કરી અને ત્રણેયને પોલીસને સોંપી દેવાયા હતા

મંડપમાં યુવતીનો રેપ અને હત્યાના વિરોધમાં લોકોનો ગુસ્સો ફુટી નીકળ્યો હતો. જેને પગલે મંગળવારે સવારે પરિવારજનો ગઢ રોડ મેડિકલ મોર્ચરીની સામે રસ્તા પર જામ લગાવ્યો. 5 કલાક સુધી આ બબાલ ચાલતી રહી. પોલીસે સમય પર રુટ ડાયવર્ઝન ન કરાવતા આ જામ કાલી નદી સુધી લાગ્યો અને સેંક્ડો લોકો ફસાયા હતા. લગભગ 12 વાગે પોલીસે રુટ ડાયવર્ઝન કરાવ્યું. તેમજ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી મંડપને સીલ કરી દીધો છે. જે બાદ જામ ખોલમાં આવ્યો. સિપાહી સહિત 3 લોકોની ધરપકડ કરી પોલીસે પુછપરછ હાથ ધરી છે.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી