ધોળકા : ખૂન કરી લાશ સળગાવી દીધી, ક્રાઇમબ્રાંચે ચાર હત્યારાઓને દબોચી લીધા

બિનવારસી મૃતદેહનો ભેદ ઉકેલાયો, પોલીસે ગણતરીના દિવસોમાં જ હત્યારાઓને દબોચી લીધા

અમદાવાદના ધોળકામાંથી મળી આવેલ બિનવારસી મૃતદેહનો ભેદ ઉકેલાયો છે. જૂની અદાવતને લઇ યુવકને તિક્ષ્ણ હથિયારોના ઘા મારી મોતને ઘાટ ઉતારી, પુરાવા નાશ કરવા લાશ સળગાવી દેવાઇ હતી. આ મામલે ક્રાઇમબ્રાંચે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

હત્યારાઓને ડર હતો કે મૃતક તેમનું જ ખૂન કરી નાખશે તે ડરથી ષડયંત્ર બનાવી યુવકની હત્યા કરી હતી. મૃતદેહને સળગાવી ઓળખ ન થાય તે માટે આરોપીઓએ પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે પોલીસે ગણતરીના જ દિવસોમાં હત્યાનો ભેદ ઉકેલી ચાર આરોપીઓને દબોચી લીધા છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નીતિન ઉર્ફે ભુરિયો ચૌહાણ ઋતિક ચૌહાણ રાહુલ પુરબીયા અને નરેન્દ્ર ઉર્ફે ભોપો પુરબીયા પોલીસે આ ચારેય શખ્સોને ઝડપી તેમની પાસેથી હત્યાના ગુનામાં વપરાયેલ કાર મોબાઈલ કબજે કર્યા છે જોકે તેમની પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું છે, કે મૃતક વિકાસ ગત 1 નવેમ્બરથી ગુમ હતો ત્યારે પકડાયેલા આરોપીઓએ તેને કારમાં બેસાડી ધોળકાના નજીક રોડ પાસે લઈ તિક્ષણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો એટલું જ નહીં પરંતુ અત્યારે હોય તેમની ઓળખ છતી ન થાય તે માટે મૃતક પર પેટ્રોલ છાંટી તેને સળગાવીને પુરાવાનો નાશ પણ કર્યાનો આરોપ છે.

પોલીસે આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે મૃતક વિકાસ ઉર્ફે ચૂન્ની પાંડે થોડા સમય પહેલાં જ જેલમાંથી બાર આવ્યો હતો અને અગાઉની તકરાર નિતીન ઉર્ફે ભુરીયા સાથે હોવાથી મારી નાખવાની ધમકી પણ મળી હતી. મૃતક વિકાસ ઉર્ફે ચુન્ની પાંડે નિતીન ભુરીયા ને પોતાના વાહનમાં બેસાડવાની ના પાડી દીધા બાદ મૃતક અને આરોપીઓને મતભેદ થવા લાગ્યા હતો.

બાદમાં મૃતક અને આરોપીઓને પોતાની હત્યા થઈ જવાનો ડર હતો. જેને પગલે નિતીન ભુરીયા એ વિકાસની હત્યા કરવાનું નક્કી કરી ઘરેથી તીક્ષ્ણ હથિયાર લઇ કાર સાથે નીકળ્યો હતો. મૃતક વિકાસ ઉર્ફે ચૂંન્ની પાંડેની સળગાવેલી હાલતમાં મળેલી લાશ બાદ તેના હાથ પરથી મળી આવેલા ટેટુના આધારે આ હત્યાનો ભેદ ઉકેલાયો છે. ત્યારે ઝડપાયેલા આરોપીઓને અન્ય ગુનાહિત ઈતિહાસ છે કે કેમ તે દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 56 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર