સુરેન્દ્રનગર : ચુડા તાલુકામાં હત્યા અને આપઘાતની ઘટના

ખાંડીયામાં યુવાનની રહસ્યમય લાશ મળી, તો કેજીબીવીની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીનો આપઘાત

સુરેન્દ્રનગર જીલ્લાના ચુડા તાલુકાના ખાંડીયા ગામે રહસ્યમય સંજોગોમાં યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ખાંડીયા ગામે રહેતા ૨૪ વર્ષીય દશરથભાઇ જીવાભાઇ રાવળની લાશ તેમના જ ઘરમાંથી મળી આવી છે. મૃતક યુવાનના મોંઢા પર પ્લાસ્ટિકની બેગ પહેરાવેલી જોવા મળતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે. ચુડા પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ યુવાનની હત્યા થઇ છે કે આત્મહત્યા તે અંગે તપાસના ચક્રો ગતીમાન કર્યા છે. 

યુવાનના માતા-પિતા બહારગામ ગયા હતા અને સવારે ઘરે પરત આવતા દીકરાની લાશ ઘરમાંથી મળી આવી. મોતનું સાચુ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ બહાર આવે તેવી શક્યતા છે. 

તો બીજી તરફ ચુડા ખાતે આવેલ કસ્તુરબા ગાંધી વિદ્યાલય (કેજીબીવી)માં અભ્યાસ કરતી અને રહેતી સગીર વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં ઝેરી દવા પીધા બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. કેજીબીવી હોસ્ટેલમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરતા સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્રણ દિવસની સારવાર બાદ હોસ્પિટલ ખાતે મોત નિપજ્યું હતું. 

 12 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી