અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવી છે. વલસાડના ભીખુભાઇ પટેલની અમેરિકાના બવાનામાં તેમની જ મોટેલમાં લાશ મળી આવી છે. પોલીસે બે આરોપીઓને પોતાની કસ્ટડીમાં લઇ લીધા છે. આરોપીઓમાં એક મહિલા અને એક પુરૂષનો સમાવેશ થાય છે. બંન્નેને મંગળવારે પોલીસે પૂછપરછ કરીને કસ્ટડીમાં લીધા હતા. આ બંન્ને પર હત્યાનો ગુનો નોંધીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
આ ઘટના 31 માર્ચના રોજ સાંજે 5.30 વાગ્યે ઓગેસી રોડ પર આવેલી એક મોટલમાં બની હતી. અધિકારીઓએ કહ્યું કે, તેઓ જ્યારે ઘટનાસ્થળ પર પહોંચ્યા તો તેઓ મૃત મળી આવ્યા હતા. હોટલના રૂમ નંબર 9માંથી તેમની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.
મૃતક ભીખુભાઈ પટેલનો સમગ્ર પરિવાર અમેરિકામાં જ રહે છે. ત્યારે સ્થાનિક પટેલ સમાજના લોકોએ આ મામલે તપાસ તેજ કરવા પોલીસને કહ્યું હતું.
127 , 3