September 19, 2020
September 19, 2020

સુરતમાં ત્રીજી હત્યાની ઘટના..! માથાભારે યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા

ભેસ્તાન આવાસમાં ઈમરાન નામના માથાભારે યુવકની ઘાતકી હત્યા

સુરત શહેરમાં નવા પોલીસ કમિશનરે ચાર્જ સંભાળતા જ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાનો સતત પ્રયાસ કરતાં રહેવાનું જણાવ્યું હતું. સાથે શહેરમાં શાંતિ તેમજ સુરક્ષાનું વચન આપ્યું હતું. પરંતું હાલ શહેરની પરિસ્થિતિ કંઇક અલગ ઉપસી રહી છે. સતત ત્રીજી હત્યાની ઘટના બનાત પોલીસ સામે સવાલો ઉઠી રહ્યા છે.

શહેરના ડીંડોલી ભેસ્તાન આવાસ વિસ્તારમાં ઈમરાન નામના માથાભારે યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. ઇમરાન પર કેટલા ઇસમોએ ઘાતકી હુમલો કર્યો હતો. જો કે ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આ્યો હતો જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

ડીંડોલી ભેસ્તાન આવાસ વિસ્તારમાં ઈમરાન ઉર્ફે ઈમરાન બુઢવ રહેતો હતો. આ વિસ્તારમાં તેની છાપ માથાભારેની હતી. દરમિયાન રાત્રે ઈમરાન પર જીવલેણ હુમલો કરી અજાણ્યા ઈસમો નાસી ગયા બાદ તેને હોસ્પિટલમાં લઈ જવાયો જ્યાં તબીબે મૃત જાહેર કર્યો હતો.

હત્યા પાછળનું કારણ હજૂ અકબંધ છે. તો બીજી તરફ જુની અદાવતમાં અજાણ્યા ઈસમોએ ઈમરાન ઉર્ફે ઈમરાન બુઢવને પતાવી નાખ્યો હોવાની આશંકા છે. હાલ આ મામલે ડીંડોલી પોલીસ મથકના પીઆઇ અને ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી છે. દરમિયાન ઘટના સ્થળેથી એક ચપ્પુ પણ મળી આવ્યું છે.

 68 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર