સુરત : ગોડાદરામાં થયેલી હત્યાનો ઉકેલાયો ભેદ, કાતિલ મિત્રની પોલીસે કરી ધરપકડ

 3000 રૂપિયા જેવી સામાન્ય રકમ માટે કરી મિત્રની હત્યા

સુરતના ગોડાદરા વિસ્તારમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલી પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. 3000 રૂપિયા જેવી સામાન્ય રકમ માટે આરોપી સુર્ય પ્રતાપસિંઘ ઉર્ફે ગોલુએ સુરેશ ઉર્ફે સૂર્યા રમાકાંત ચૌધરીની હત્યા કરી હતી. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગોડાદરામાં માનસરોવર સોસાયટીમાં રહેતો સુરેશ ઉર્ફે સૂર્યા રમાકાંત ચૌધરીની રવિવારે રાત્રે ગોડાદરા સંકટ મોચન હનુમાન મંદિર પાસે ચપ્પુના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. સૂર્યા મંદિર પાસેથી પસાર થતો હતો ત્યારે તેનો ધંધાદારી હરીફ અને માથાભારેની છાપ ધરાવતા ગોલુએ તેની પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. તેણે પેટમાં ચપ્પુના ઘા મારતા સૂર્યા ઢળી પડયો હતો. હુમલો થતા ઘટનાસ્થળે નાસ-ભાગ મચી જવા પામી હતી. પોલીસને જાણ થતા તે ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ઘટનાનુ પંચનામુ કરી લાશને પીએમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડી હતી. મૃતક સૂર્યા માથાભારેની છાપ ધરાવતો હતો.

સુરજ ચૌધરી પાસેથી ગોલુ રાજપૂતે 3000 રૂપિયા લેવાના બાકી નીકળતા હતા દરમિયાન ગોલુ અને તેની ટોકળીએ સૂર્યા પર ચપ્પુ વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. જો કે, પોલીસ આ હત્યાની તપાસ કરવાની સાથે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી રહી હતી.

 25 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર