રાજકોટમાં હત્યા, નજીવી બાબતે નાના ભાઈએ મોટા ભાઈને ઉતાર્યો મોતને ઘાટ

સગા નાનાભાઇએ માથાના ભાગે બેટ મારી મોટા ભાઇની કરી હત્યા..

રાજકોટ-કુવાડવા રોડ પર આવેલા કુચિયાદડના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં યુવકની હત્યા થતાં ચકચાર મચી ગઈ છે. નાના ભાઇએ જ મોટાભાઇની હત્યા કરી હોવાની ઘટના બની છે. કોઇ વાતને લઇ નાના ભાઇ સાથે મોટાભાઇનો ઝધડો થયો હતો. જેમાં ખૂની ખેલ ખેલાયો હતો. આ મામલે પોલીસે હત્યારા ભાઇને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા GIDC પાછળ ચંપલ બનાવવાની ક્લાસિક પોલિમસ ફેક્ટરીમાં કામ કરતા આગ્રાના રહેવાસી બે સગા ભાઇઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા બનાવ હત્યા સુધી પહોંચી ગયો હતો. જેમા હત્યારા સાવન શ્રીનિવાસે તેના જ મોટાભાઇ પવન શ્રીનિવાસને માથાના ભાગે બેટ મારી હત્યા નીપજાવી હતી. બનાવની જાણ થતા એરપોર્ટ પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. નાનાભાઈએ જ મોટાભાઈની હત્યા કરી હોવાનું માલુમ થતા પોલીસે હત્યારા સાવનને સકંજામાં લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા મુજબ મૃતક પવન અને સાવન બન્ને સગા ભાઈઓ છે. બંને મૂળ આગ્રાના રહેવાસી છે અને છેલ્લા કેટલાક સમયથી રાજકોટમાં ચંપલ બનાવવાની ક્લાસિક પોલિમસ ફેક્ટરીમાં કામ કરે છે. બંને ભાઈઓમાં પવન મોટો ભાઈ છે જે પરિણીત છે અને સાવન નાનો ભાઈ છે જે અપરિણીત છે. બંને વચ્ચે બોલાચાલી થતા નાના ભાઈએ મોટાભાઈને માથાના ભાગે બેટ મારી હત્યા નીપજાવી હત. હાલ હત્યારા સાવનને સકંજામાં લઇ તેની પૂછપરછ ચાલુ છે અને મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવી હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 168 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી