September 28, 2020
September 28, 2020

અમદાવાદ : રિસાયેલી પત્નીને મનાવવા આવેલા પતિએ ગળાના ભાગે મારી છરી

 સરસપુર વિસ્તારમાં હત્યા, નરાધમ પતિએ છરીના ઘા ઝીંકતા પત્નીનું મોત

અમદાવાદ સરસપુરમાં હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. બેરહેમી પતિએ પત્નીને ગળાના ભાગે ચાકુ મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પતિના ત્રાસના કારણે પત્ની છેલ્લા કેટલાય સમયથી પિયરમાં રહેતી હતી. જો કે ગઇકાલે પતિ અચાનક સાસરીયે આવી પત્ની સાથે વાત કરવાની જીદ પકડ બબાલ કરી હતી. આ દરમિયા ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ચાકુ મારી દીધું હતું. તો બીજી તરફ સાસરીના લોકોએ જમાઇને પકડી પોલીસને હવાલે કર્યો હતો. હાલ આ મામલે શેરકોટડા પોલીસે હત્યારા પતિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાની વિગત મુજબ, સરસપુરમાં રહેતી રાજશ્રી ગાગડેના લગ્ન નારોલમાં શૈલેશ કુમાર પાંડુરંગ ગાગડે સાથે થયા હતા. રાજશ્રી છેલ્લા પાંચ મહિનાથી પિયર સરસપુરમાં રહેતી હતી. રાજશ્રીના પિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષથી શૈલેશ મારી દીકરીને હેરાન પરેશાન કરી મારઝૂડ કરતો હતો. પિતાએ આરોપ લગાવ્યો કે શૈલેશ અવાર નવાર મારી દીકરીને શારીરીક ત્રાસ આપતો હતો જેના ત્રાસથી તે ઘરે આવી ગઇ હતી.

જો કે શુક્રવારે સાંજે શૈલેશ રાજશ્રી મળવા આવ્યો હતો. અને રાજશ્રી સાથે વાત કરવાનું કહી બિભત્સ ગાળો આપવાનું શરૂ કરી દીધુ હતું. રાજશ્રીને બોલાવતા તે આવી હતી પણ તેણે શૈલેષ સાથે વાત કરવાની ના પાડી દીધી હતી.

બાદમાં બને પતિ પત્ની વાતો કરતા હતા એવામાં શૈલેષ આવેશમાં આવી ગયો અને પત્નીને ગાળો બોલવા લાગ્યો હતો. અચાનક જ શૈલેષ ને શુ ઝનૂન ઉપડ્યું કે તેણે છરી મારવાની કોશિશ કરી તો રાજશ્રી ને મોઢાના ભાગે વાગી હતી. પોતાને બચાવવા રાજશ્રી દોડી તો શૈલેશે પીછો કરી તેને ધક્કો મારીને પાડી દીધી અને રાજશ્રીના પિતાની સામે જ તેના ગળાના ભાગે છરી ઘસી નાખી હતી.

સારવાર માટે રાજશ્રીને લઈ જતા ત્યાં ડોક્ટરે મૃત જાહેર કરી હતી. સમગ્ર બનાવને લઈને શહેરકોટડા પોલીસે શૈલેષ સામે વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 84 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર