વટવામાં હત્યા, પતિએ ગળું દબાવી પત્નીને પતાવી દીધી

ચારિત્ર્ય પર શંકા રાખી પતિએ પત્નીની કરી હત્યા

શહેરના વટવા વિસ્તારમાં ચારિત્ર્ય પર શંકા રાખી પતિએ સાળી વડે પત્નીનું ગળુ દબાવી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પત્નીને ફોન પર કોઇની સાથે વાત કરતા જોતાં ગુસ્સે ભરાયેલા પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધું હતું. એટલું જ નહીં હત્યા બાદ તેના પુત્રને કહ્યું હતું કે, તારી માતા ફોન પર બીજા કોઈ સાથે વાત કરતી હતી. જેથી ગુસ્સામાં આવી હત્યા કરી નાખી.. આ મામલે મૃતક મહિલાના પુત્રએ હત્યારા પિતા વિરૂદ્ધ વટવા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે. ત્યારે આ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

વટવા વિસ્તારમાં આવેલા ચાર માળિયા મકાનમાં સલીમભાઈ શેખ તેમના બે પુત્ર, એક પુત્રી અને પત્ની સાથે રહે છે. સલીમભાઈ પોતે ડુંગળી બટાકા વેચી પોતાનું ગુજરાન ચલાવે છે. સલીમભાઈએ તેમની પત્ની જ્યોતિબેન સાથે પ્રેમલગ્ન કર્યા હતા. બે દિવસ પહેલા રાત્રે ઘરમાં સલીમભાઈ અને તેમની પત્ની વચ્ચે બોલાચાલી થઇ હતી. તેની જાણ પાડોશીએ તેમના પુત્ર શાહરૂખને ફોન કરી હતી તેથી પુત્ર તાત્કાલિક ઘરે દોડી આવ્યો હતો.

દીકરો જ્યારે પરત આવ્યો ત્યારે માતા છતા પાટ પડી હતી. માતાને બેડ પર ખસેડવા જતા કાન અને નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. જેથી તાત્કાલિક 108 ને જાણ કરાઈ હતી. બાદમાં જાણ થઈ કે તેની માતાની પિતાએ જ હત્યા કરી નાખી હતી.

પિતાને શાહરુખે પૂછતાં તેઓએ જણાવ્યું કે તેની માતા કોઈ સાથે ફોન પર વાત કરતી હતી. જેથી ગુસ્સો આવી જતા તેઓને ઝઘડો થયો હતો. જેથી તેઓએ પત્નીની સાડીથી જ તેનું ગળું દબાવી દીધું અને હત્યા કરી નાખી હતી. સમગ્ર બાબતની જાણ વટવા પોલીસને કરતા પોલીસે પત્નીની હત્યા કરનાર પતિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

 47 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી