અમદાવાદ : બહેરામપુરામાં હત્યાનો બનાવ, છરીના ઘા મારી આધેડને પતાવી દીધા

દાણીલીમડા પોલીસે ફરાર કાતિલને ઝડપી પાડવા શરૂ કરી તપાસ

અમદાવાદ શહેરના બહેરામપુરા વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. અંગત અદાવત આરોપીએ ઉપરાછાપરી ચાકુના ઘા મારી આધેડને મોતને ઘાટ ઉતારી ફરાર થઇ ગયો હતો. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તજવીજ શરૂ કરી છે.

શહેરના બહેરામપુરા વિસ્તારમાં રહેતા આધેડ બુધ્ધીલાલા ઉર્ફે મુન્નાની ચામુડા મંદિરની ગલીમાં ખોડીયારનગરના નવા છાપરા ખાતે રહેતો પ્રવીણ ઉર્ફે પવલો રામજી પરમારે કોઇ અંગત કારણોસર ચાકુના ઘા મારી હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે. મૃતક બુધ્ધીલાલા ઉર્ફે મુન્ના મૂળ ઉત્તરપ્રદેશના ઉન્નાવ જીલ્લાના રહેવાશી છે. તેઓ પોતાના પુત્ર સાથે બહેરામપુરા ખાતે ભાડાના મકાનમાં રહી બંને પિતા-પુત્ર મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

ફરિયાદ મુજબ, આરોપી હત્યારો પ્રવીણ ઉર્ફે પવલાએ કોઇ કારણોસર બુધ્ધીલાલા સાથે ઝઘડો કરી પેટની ડાબી બાજુ છરીનો જીવલેણ ઘા મારી ફરાર થઇ ગયો હતો. તો બીજી તરફ લોહી લુહાણ હાલતમાં બુધ્ધીલાલાને 108 મારફતે સારવાર માટે એલ.જી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બુધ્ધીલાલાએ દમ તોડ્યો હતો.

ત્યારે આ મામલે દાણીલીમડા પોલીસે આરોપી પ્રવીણ ઉર્ફે પવલા સામે હત્યાનો ગુનો નોંધી આરોપી ફરાર કાતિલને ઝડપી પાડવા તજવીજ શરૂ કરી છે.

 23 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી