ભાવનગરમાં હત્યાની ઘટના, ચાલુ બાઇકે યુવાનને રહેંસી નાખ્યો

ચાલુ બાઇકે યુવકને છરીના ઘા મારીને બે અજાણ્યા શખ્સો ફરાર

ભાવનગર શહેરના સુભાષનગર એરપોર્ટ રોડ પર હત્યાની ઘટના સામે આવી છે. બાઇક પર જઇ રહેલા એક યુવાનને બે શખ્સોએ ચાલુ બાઇકે છરીના ઘા માર્યા હતા. ઘટના બાદ સનસની મચી ગઇ છે. તો બીજી તરફ આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ, રૂવા ગામે રહેતા અને કડીયા કામ કરતા જીતેશભાઈ બીજલભાઈ ડાભી (ઉ.વ.28) નામનો યુવાન આજે બપોરે 12 વાગ્યાની આસપાસ પોતાનું બાઇક લઈને બાલા હનુમાનજી મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સો જીજ્ઞેશને ગળા પર છરીના ઘા ઝીંકી નાસી છુટ્યા હતા. છરીના ઘા વાગતા જીજ્ઞેશ બાઈક પરથી નીચે પટકાયો હતો. આ ઘટનાને પગલે લોકો દોડી આવ્યા હતા અને તરત જ જ 108ને બોલાવી ઈજાગ્રસ્ત જીજ્ઞેશને સર.ટી. હોસ્પિટલ ખસેડ્યો હતો.

હોસ્પિટલમાં ફરજ પરના ડોકટરોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા તુરંતજ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લોકોની પુછપરછ સાથે હત્યારાને શોધવાની તજવીજ હાથ ધરી હતી. જ્યારે લાશને પી.એમ અર્થે મોકલી આપી હતી. જૂની અદાવતના કારણે હત્યા થઈ હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. જોકે, તપાસ પછી સત્ય હકિકત સામે આવશે.

 87 ,  1