સુરતમાં હત્યાની ઘટના, પથ્થરના ઘા ઝીંકી યુવકને ઉતારી દીધો મોતને ઘાટ

પોલીસે મૃતકની ઓળખ અને હત્યારાને ઝડપી પાડવા તપાસ હાથ ધરી

સુરતમાં એકપછી એક હત્યાની ઘટનાઓ સતત વધતી જઇ રહી છે. લિંબાયત વિસ્તારમાં બુટલેગરની હત્યાની ઘટનાની શાહી સુકાઇ નથી ત્યારે આજે વધુ એક મર્ડરની ઘટના સામે આવી છે. શહેરના રેલવે પોલીસની હદમાં આવેલા રેલવે યાર્ડમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા યુવકના શરીર પર ઈજાના નિશાન મળી આવ્યા હતા. વધુમાં મૃતકની પથ્થરના ઘા ઝીકી હત્યા કરાઈ હોવાની આંશકા છે.

ગતરોજ સુરતના લિંબાયત વિસ્તારમાં બુટલેગરની હત્યા કરવામાં આવી હતી. તો બીજી તરફ આજે સુરત રેલ્વે યાર્ડ પાસેથી એક અજાણ્યા ઇસમની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી તપાસ શરુ કરી છે. વધુમાં મૃતક ઇસમની પથ્થરના ઘા ઝીકી હત્યા કરાઈ હોવાની આંશકા છે. તેમજ મરનાર યુવક કોણ છે અને તેની હત્યા કોણે અને કેમ કરી તે દિશામાં પોલીસે તપાસ શરુ કરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકને પથ્થરના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. મૃતક અજાણ્યા યુવકની પોલીસે શોધખોળ શરૂ કરી છે. સાથે જ હત્યારાઓને ઝડપી પાડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

 42 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર