September 25, 2022
September 25, 2022

અમદાવાદ : ઇસનપુરમાં ચંડોળા તળાવ પાસે હત્યા, પતિએ ગળુ દબાવી પત્નીને પતાવી દીધી…

હત્યારા પતિને ક્રાઇમ બ્રાંચે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો

શહેરના ઇસનપુરમાં હત્યાની ઘટના સામે આવી છે. ચંડોળા તળાવ પાસે પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી નાંખતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. પતિ-પત્ની વચ્ચે થોડા સમયથી ઝઘડા ચાલતા હતા. હત્યા કરી પતિ ફરાર થયો હતો. જોકે ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના જ કલાકોમાં આરોપી પતિને ઝડપી લીધો હતો.

આ કેસની વિગત એવી છે, ઇસનપુર વિસ્તારમાં ચંડોળા તળાવ પાસે બંગાળીવાસમાં રહેતા અલીમા ઉર્ફે મેરીના ( ઉ.વ.૪૦)ની હત્યા પતિ કમરૂલ રઝાકભાઇ શેખ કરી હતી. આજે બપોરે પતિ પત્ની વચ્ચે સામાન્ય તકરાર થઇ હતી. જેથી આવેશમાં આવીને પતિએ પત્નીનું ગળું દબાવીને હત્યા કરી હતી અને પતિ ફરાર થઇ ગયો હતો.

આ બનાવની જાણ થતાં ઇસનપુર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો અને પોલીસે મહિલાની લાશને પીએમ માટે મોકલીને હત્યાનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરવા માટે પોલીસ ટીમો અલગ અલગ સ્થળે રવાના કરી હતી.

દરમ્યાન ક્રાઈમ પેટ્રોલમાં હતી તે સમયે ચોકક્સ બાતમીને આધારે ઇસનપુર દશામાંના મંદિર પાસે ચંડોળા તળાવની પાળ બંગાળી વાસના નાકાં પાસેથી હત્યારા પતિ કમરુલ રઝાકભાઇ શેખની ધરપકડ કરી હતી.

પકડાયેલ આરોપીની પુછપરછ કરતાં પોતાની પત્ની મેરીનાબીબીનુ મકાન કલકત્તામાં આવેલ હોય. જે પોતાના નામ ઉપર કરાવવા બાબતે બન્ને વચ્ચે ઝગડા થતાં હોય, જેના કારણે ચારેક દિવસથી ચંડોળા ખાતે આવી પોતે તથા પત્ની અલગ ભાડાનું છાપરુ રાખી રહેવા લાગેલ.

તા.૨૫/૧૨/૨૦૨૧ ના સવારના સમયે બન્ને વચ્ચે ઝગડો થતાં પોતાના છાપરામાં પોતાની પત્નીનુ ગળુ દબાવી ખુન કરી, તેની ચાંદીની ચેઇન તથા મોબાઇલ ફોન લઇ છાપરાને તાળુ મારી ભાગી ગયેલ હોવાની કબુલાત કરી છે.

 55 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી