મહેસાણા : હત્યાનો ભેદ ઉકેલાયો, માતાને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોતા માસૂમને ઉતાર્યો મોતને ઘાટ

જોટાણાના મેમદપુરમાં 5 વર્ષના બાળકની હત્યા, માતા અને પ્રેમીની ધરપકડ 

જોટાણાના મેમદપુર ગામે થયેલી બાળકની હત્યાનો ભેદ ઉકાલાયો છે. જેમાં માતાએ પ્રેમી સાથે મળીને પોતાનાં પાંચ વર્ષનાં દશરથ ઠાકોર નામના પુત્રની હત્યા કરાવી નાંખી. માતાના આડા સંબંધોની જાણ થતાં માસૂમ પુત્રને મોતને ઘાચ ઉતારી દીધો હતો. બાળકનું ઈકો ગાડીમાં અપહરણ કરવામાં આવ્યું હોવાનો દાવો કરનાર ગામના જ એક યુવકને ઝડપી લીધો હતો. જેમાં પોતાની માતા સાથે કઢંગી હાલતમાં જોઈ જતાં પ્રેમીએ કાશળ કાઢી નાખ્યું હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે.

ઘટનાની વિગત મુજબ, મેમદપુર ગામમાં રહેતા ઠાકોર લલિતજી શકરાજી ઠાકોરના પાંચ વર્ષના માસૂમ બાળકને અજાણ્યા લોકોએ મોતને ઘાટ ઉતારી ઝાડીમાં ફેંકાયેલી લાશ મળતા ગામમાં અરેરાટી વ્યાપી ગયી હતી. 

મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા મેમદપુર ગામના લલિતજી ઠાકોરનો આશરે પાંચ વર્ષના માસૂમ પુત્ર જગદીશજી ઠાકોર સાંજના છ વાગ્યાથી ક્યાંક ખોવાઈ જતા તેના માતા પિતા શોધખોળ કરતા હતા તેમાં ગામના યુવકે અજાણ્યા લોકો ઇકો ગાડીમાં બાળકનું અપહરણ કરી લઈ ગયા હત્યા કરી ફેંકી દેવાની વાત કરતા ગામમાં સન્નાટો વ્યાપી ગયો હતો. મેમદપુર થી બાલસાસણ ગામ જવાના રસ્તા ઉપર રોડ થી 10 મીટરના અંતરમાં આવેલ ઝાડીઓમાંથી માસૂમ બાળકની લાશ મળતા લોકોએ સાંથલ પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

તપાસમાં સાંથલ પોલીસને બાળકની માતા પર શંકા ગઇ હતી. મહિલાની વધુ પૂછપરછ કરતા મહિલાએ જ આખી હકિકત જણાવી દીધી હતી. માતાએ સ્વીકાર્યું હતું કે, પોતાના નાનકડા બાળકની હત્યા તેના જ પ્રેમીએ કરી છે. બાળક માતાને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઇ ગયો હતો. જો કે વાત બહાર ન ફેલાય તે માટે બન્ને મળીને બાળકની હત્યા કરી નાખી હતી. જે બાદ પોલીસે માતા અને પ્રેમીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

સાંથલ પોલીસની સાથે મહેસાણા એલસીબી, એસઓજી સહિતની ટીમોએ ઝીણવટભરી તપાસ આદરી હતી. દરમિયાન પોલીસે ગામના જ શંકાસ્પદ યુવાન ઠાકોર સંજયજી ગોપાળજીની સઘન પૂછપરછ કરતાં હત્યાનો ભેદ ઉકેલાયો હતો. આરોપી સંજયજીને જગદીશજીની માતા સાથે આડા સંબંધ હોઈ જગદીશજી આ બાબતે કોઈને જાણ ના કરી દે તે માટે સંજયજી તેને ઘર આગળથી ગામ બહાર ખેતરમાં લઈ ગયો હતો અને તેના મોઢા ઉપર લાતો મારીને તેનું ગળું દબાવી હત્યા કરી દીધી હતી.

 90 ,  3