સુરત : દેશી દારૂના અડ્ડા પર બુટલેગરની હત્યા, પ્રેમિકાની સામે જ રહેંસી નાખ્યો

અડ્ડા પર પ્રેમિકાની સામે જ બુટલેગરને ચાકુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો

સુરતમાં રોજબરોજ હત્યાની ઘટનાઓ વધતી જઇ રહી છે. શહેરમાં જાણે કે પોલીસનો ખોફ ના હોય તેમ બદમાશો સરેજાહરે મર્ડરની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે લિંબાયતમાં વધુ એક હત્યાની ઘટના બનતા પોલીસ પ્રશાસન સામે સવાલો ઉઠવા પામ્યા છે.  દેશી દારૂના અડ્ડા પર ખૂની ખેલાયો હતો. જેમાં પ્રેમિકાની સામે જ બુટલેગરને રહેંસી નાખ્યો હતો. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં ચકચા મચી ગઇ હતી. તો બીજી તરફ પોલીસને જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

શહેરના લિંબાયત બાલાજી નગરમાં રત્નપ્રભા સોસાયટીમાં રહેતો લાલચંદ દશરથ (ઉ.વ.32) દેશી દારૂનો અડ્ડો ચલાવે છે. આજે સવારે અડ્ડા પર પીધેલ બુટલેગરને ચપ્પુના 5 ઘા મારી પતાવી દેતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. મૃતક લાલચંદ છેલ્લા 3 મહિનાથી લિવ ઇનમાં પ્રેમિકા સાથે રહેતો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે, જોકે, એક બુટલેગરની તેના જ દારૂના અડ્ડા પર પ્રેમિકાની સામે થયેલી હત્યા બાદ લિંબાયત પોલીસ સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, લાલચંદની વહેલી સવારે 6:30થી 7:00 વાગ્યા વચ્ચે હત્યા થઈ હતી. પેટ, છાતી અને ગળાના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા. હત્યા કરનાર સંતોષ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હોવાનું પણ જાણવા મળ્યું છે. 

 96 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર