કામરેજના વલણ ગામ નજીક કારખાનેદારની હત્યા

વેપારીની હત્યા કરાયેલી લાશ મળી આવતા ખળભળાટ

કામરેજના વલણ ગામ નજીકથી કારખાનેદારની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખભળાટ મચી ગયો છે. સુરતના અલથાણ રેવન્યુ ખાતે રહેતા હિરેન રાણપરિયા નામના વેપારીની લાશ મળી આવી છે. વલણ ગામથી અલુરા ગામ જતા માર્ગ પરથી લાશ મળી આવી છે. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કર્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

થોડે દૂરથી ખુલ્લા દરવાજા સાથે એક કાર પણ મળી આવી છે. મૃતક કામરેજના પરબ ગામે લેસપટ્ટીનું કારખાનું ધરાવે છે. ખીસ્સામાંથી મળેલા ઓળખપત્ર થી ઓળખ થઈ. કામરેજ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

 1,076 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી