September 23, 2021
September 23, 2021

બાવળામાં નિવૃત આર્મી જવાનની હત્યા, પોલીસ કર્મચારી સહિત 3 ઈજાગ્રસ્ત

બાવળા પોલીસે એક જ પરિવારના ચાર લોકો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી

અમદાવાદ નજીક બાવળા ખાતે એક નિવૃત્ત આર્મી જવાનની હત્યા થઈ છે. આ બનાવમાં પોલીસ કર્મચારી સહિત 3 ઇજાગ્રસ્ત બન્યા છે. સામાન્ય બાબતે કુટુંબીજનો વચ્ચે અથડામણ થઈ હતી તેમાં આર્મીમેનની હત્યા થઇ છે. જ્યારે નવરંગપુરાના કોન્સ્ટેબલ અને ૩ અન્ય વ્યક્તિઓ ઘાયલ થયેલ છે. સામાન્ય બાબતે થયેલી તકરારમાં હથિયારો વડે હુમલો થયો હતો. બાવળા પોલીસે એક જ પરિવારના ચાર લોકો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બાવળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર રાજેન્દ્ર સાગરના જણાવ્યા અનુસાર ગઇકાલે મોડીરાત્રે બાળવા ખાતે આવેલા ભાગ્યશ્રી સોસાયટીમાં હિંસક જુથ અથડામણ થઇ છે જેમાં એક નિવૃત આર્મી જવાની ઘટના સ્થળ પર હત્યા કરવામાં આવી છે જ્યારે એક પોલીસ કોન્સ્ટેબલ ગંભીર રીતે ઇજા પામ્યો છે. ભાગ્યશ્રી સોસાયટીમાં બનેલી આ ઘટનામાં હાર્દિક ગઢવી તેની પત્નિ અને બાળકોએ મળીને નિવૃત આર્મી જવાન જયપાલસિંહ ગંભીરસિંહ ગઢવી ઉપર છરી વડે હુમલો કર્યો હતો જેમાં તેનું મોત થયુ છે જ્યારે જયપાલસિંહને બચાવવા માટે પડેલા અમદાવાદ પોલીસ કોન્સ્ટેબલ કૃણાલ નવલસિંહ ગઢવી ઉપર પણ હાર્કિગ ગઢવી અને તેના પરિવારે છરી વડે હુમલો કર્યો હતો. આ સિવાય પણ અન્ય એક વ્યકિત ઉપર છરી વડે હુમલો થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પીઆઇના જણાવ્યા અનુસાર ફરિયાદી અને આરોપીઓ સંબધીઓ થાય છે અને ગઇકાલે ગઢવી સમાજનું વોટ્સએપ ગ્રુપમાં કોઇક ચેંટીગ બાબદે મામલો બીચક્યો હતો. ચેંટીગ વિવાદાસ્પદ હોવાથી હાર્દિક ગઢવી અને જયપાલ સિંહ ગઢવી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. બન્ને જણા બાજુબાજુની સોસાયટીમાં રહેતા હોવાથી હાર્કિદ તેના પરિવાર સાથે છરી લઇને જપયાલ સિંહના ત્યા પહોચી ગયા હતા અને સોસાયટીમાં બધાની સામે ઉપરાછાપરી જપયાલસિંહ ઉપર છરીના ઘા ઝીંકી દીધા હતા. મોડીરાત્રે થયેલી આ હિંસક ઘટનામાં જયપાલસિંહનું ઘટના સ્થળે મોત થયુ હતું જ્યારે કૃણાલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. બાવળા પોલીસે જયપાલસિંહની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને તપાસ શરૂ કરી છે અને હાર્કિક સહિત ચાર લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે.

 22 ,  1