સાંતલપુરના યુવકની હત્યા, કાતિલ નિકળ્યો પ્રેમિકાનો મંગેતર

મિત્રો સાથે મળીને પ્રેમીને મોતને ઘાત ઉતારી ફરાર

સાંતલપુરના યુવકની પ્રેમિકાના મંગેતરે મિત્ર સાથે મળીને હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. હત્યા પછી હત્યારો પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો. જોકે, એક વ્યક્તિ હજુ ફરાર છે. આડેસરના બે યુવકોએ સાંતલપુરના યુવકની હત્યા કરી નાંખી હતી. 

આ અંગેની વિગતો એવી છે કે, સાંતલપુરના 25 વર્ષીય યુવકને એક યુવતી સાથે પ્રેમસંબંધ હતા. દરમિયાન યુવતીની અન્ય જગ્યાએ સગાઇ થઈ ગઈ હતી. જોકે, યુવતીની સગાઇ પછી પણ બંને પ્રેમસંબંધ ચાલું રાખ્યા હતા. જોકે, આ અંગે યુવતીના મંગેતરને ખબર પડી જતાં તેણે પોતાના મિત્ર સાથે મળીને યુવકનું અપહરણ કર્યું હતું અને પછી તેની હત્યા કરીને લાશરોઝુ પાસેના રણમાં ફેંકી  દિધી હતી. પોલીસે હત્યા કરનાર એક વ્યક્તિની ધરપકડ કરી છે. જ્યારે હજુ એક ફરાર છે. 

યુવક ગત 25 જૂને સાંજે ફોન આવતા તે ઘરેથી નીકળી ગયો હતો. જોકે, યુવ રાત્રે ઘરે પરત ન ફરતાં પરિવારે  શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તેની કોઈ ભાળ મળી નહોતી. આથી બીજા દિવસે તેના પરિવારે  સાંતલપુર પોલીસ મથકે ગુમ થવા બાબતે જાણવાજોગ નોંધ કરી હતી. 

બીજી તરફ  યુવકનું અપહરણ કરનાર કચ્છ જિલ્લાના આડેસરના યુવકોએ હત્યા બાદ લાશને રોજુ પાસે અવાવરુ જગ્યાએ ફેંકી દીધી હતી. હત્યા પછી એક હત્યારાએ આડેસર પોલીસ સ્ટેશન હાજર થઈ ગુનાની કબૂલાત કરી હતી. જેની જાણ આડેસર પોલીસ દ્વારા સાંતલપુર પોલીસને કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લીધો હતો. 

 53 ,  1