September 18, 2021
September 18, 2021

સુરત : ઘરમાં ચોરી કરવા ઘૂસેલા ચોર સાથે ઝપાઝપીમાં યુવકની હત્યા

યુવકના ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારી ચોર ફરાર

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા મણિનગર પ્લોટ નંબર 73માં ચોરી કરવા આવેલા ચોર સાથે ઝપાઝપી થતાં યુવકની હત્યા થઇ હતી. ગળાના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરી ચોર ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા ઉચ્ચ કક્ષાના અધિકારી સહિત પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

મૃતકના ભાઇ બ્રિજેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ચાર ભાઈઓમાં સૌથી નાનો ભાઈ વીરેન્દ્ર કુમાર જમના પ્રસાદ ગુપ્તા (ઉ.વ. 22)ની ચોર સાથે ઝપાઝપીમાં હત્યા થઇ છે. બુધવારની મધરાત્રે કોઈ ઈસમ ઘરમાં ચોરી કરવાના ઇરાદે ઘૂસ્યો હતો. ચોરની આહટ સાંભળી વીરેન્દ્ર અને વિષ્ણુ બન્ને ભાઈઓ ચોરને પકડવા દોડ્યા હતા. એવામાં ચોરે વીરેન્દ્રને ગળા પર અને વિષ્ણુને હાથ પર ઘા મારી ઘરમાંથી રોકડ રૂપિયા 12 હજાર લઈ ભાગી ગયો હતો.

હુમલો થયા બાદ વિષ્ણુએ બુમાબુમ કરી દેતાં આખું પરિવાર ઉંઘમાંથી જાગી ગયું હતું. જમીન પર લોહીના ખાબોચિયામાં પડેલા વીરેન્દ્રને જોઈ ચીચીયારીઓથી નીકળી ગઈ હતી. તાત્કાલિક વીરેન્દ્રને લઈ હોસ્પિટલ લઈ જતા મૃત જાહેર કરાયો હતો. જ્યારે વિષ્ણુને ટાંકા લઈ રજા આપી દેવાય હતી.મધરાત્રે 2:30 મિનિટે બનેલી હત્યા કમ લૂંટની ઘટનાની જાણ બાદ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી તપાસ શરૂ કરી હતી.

 23 ,  1