વડોદરા : પ્રેમમાં યુવકની હત્યા, યુવતીના પરિવારજનોએ ઝાડ સાથે બાંધી ઢોર માર મારતા મોત

પાદરા તાલુકાના ચોકારી ગામે  પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા

પાટણની મહિલાને પ્રેમ પ્રકરણમાં તાલિબાની સજા આપવાની શ્યાહી હજી સૂકાઈ નથી, ત્યાં પ્રેમમાં તાલિબાની સજા આવવાની વધુ એક ઘટના સામે આવી છે. લોકો કાયદો પોતાના હાથમાં લઈ રહ્યા છે, અને આવામાં કોઈની હત્યા કરતા પણ વિચરતા નથી. વડોદરામાં એક પ્રેમી યુવકને કાળજુ કંપાવી દે તેવી સજા આપવામાં આવી છે. આ સજામાં યુવકનું મોત નિપજ્યું છે. 

પાદરા તાલુકાના ચોકારી ગામે  પ્રેમ પ્રકરણમા યુવકને તાલિબાની સજા આપવામાં આવી હતી. જેમાં યુવકનું મોત થઈ જતાં ખળભળાટ મચી ગયો છે. યુવતીના પારીવારજનોએ યુવકનું ઘરેથી અપહરણ કરી ઝાડ સાથે દોરડાથી બાંધી ઢોર માર માર્યો હતો. યુવક જયેશ રાવળને માર મારતો વીડિયો સામે આવ્યો છે. માર મારતા યુવક જયેશ રાવળનું મોત નિપજ્યું છે.

પોલીસે હત્યા, અપહરણ સહિતની કલમો સાથે ફરિયાદ નોંધી છે. કિરણ, મોહન, રમેશ અને કાળીદાસ માળી સામે વડું પોલીસે ગુનો દાખલ કર્યો છે. પાદરા પોલીસે કિરણ, મોહન, રમેશ અને કાળીદાસ માળી સામે વડું પોલીસે ગુનો દાખલ કર્યો છે. ગુનો દાખલ થયા બાદ પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી છે. જોકે, યુવતીના પરિવારજનો સજા આપવામાં તાલિબાન કરતા પણ ક્રુર બન્યા હતા. આરોપીઓએ યુવકને સાડી પણ પહેરાવી હતી. 

આ વિશે વડોદરાના એસપી સુધીર દેસાઈએ માહિતી આપી કે, ઘટના બાદ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. હાલમાં ગામમાં શાંતિ ન ડહોળાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. આરોપીઓ સામે હત્યા, અપહરણ, માર મારવાની કલમ સાથે ગુનો દાખલ કર્યો છે. કોઈને પણ કોઈ વ્યક્તિને મારવાનો કે હત્યા કરવાનો અધિકાર નથી.  

 25 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી