ગોંડલ તાલુકાના મોવિયા ગામે યુવકની હત્યા…

પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી..

ગોંડલ તાલુકાના મોવિયા ગામે યુવકની હત્યા થઈ જતાં ભારે ચકચાર મચી ગઈ છે. દિવાળી ટાણે જ હત્યાને પગલે નાના એવા ગામમાં ચકચાર મચી ગઈ છે. મોવિયાથી બંધિયા જવાના કાચા માર્ગ પર હત્યા કરવામાં આવી છે. સુરસિંગ રાઠવા નામના વ્યક્તિની હત્યા થઈ છે. 

મૃતક સુરસિંગ મોવિયામાં એક વર્ષથી ખેતી કામ કરતો હતો. રાજકોટ સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

આ સિવાય બનાસકાંઠામાં દિયોદરના કોતરવાડા નર્મદા કેનાલમાંથી યુવાનની લાશ મળી આવી છે. ભાભરના રડકીયા ગામના યુવાનની લાશ મળી આવી છે. ગત દિવસે અગમ્ય કારણસર યુવાને કેનાલમાં ઝપલાવ્યું હતું. કેનાલમાંથી યુવાનની લાશ મળી આવી છે. દિયોદર પોલીસે પોહચી ઘટના સ્થળે લાશને પીએમ અર્થે દિયોદર રેફરલ ખસેડાઇ છે. 

 11 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી