અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, લૂંટના ઇરાદે નડિયાદના યુવકને મારી ગોળી

3 વર્ષની પુત્રી પોતાના જન્મદિવસે જ પિતાની છત્રછાયા ગુમાવી

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાની ઘટના સામે આવી છે. કોલંબસ સિટી ખાતે નડિયાદના રહેવાસી અમિત પટેલની અજાણ્યા શખ્સો દ્વારા ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.

મળતી માહિતી મુજબ અમિત પટેલ કોલંબસ બેન્કમાં રૂપિયા ડિપોઝીટ કરવા માટે ગયા તે દરમિયાન આ ઘટના બની હતી. લૂંટના ઇરાદે હત્યા થઇ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

મૂળ નડિયાદના 45 વર્ષીય અમિત પટેલ તેમના પરિવાર સાથે વર્ષોથી અમેરિકાના કોલંબસ ખાતે રહે છે. અમેરિકામાં તેઓ ગેસ સ્ટેશનના માલિક હતા. 3 વર્ષની દીકરીનો જન્મદિવસ હતો એ જ દિવસે તેમનું મોત થયું છે.

અમિત પટેલ સ્ટીમ મિલ રોડ અને બુએના વિસ્ટા રોડના ખૂણે શેવરોન ગેસ સ્ટેશનના માલિક હતા. કોલંબસ પોલીસ ડિપાર્ટમેન્ટના પૂર્વ વિસ્તારની સમાન બિલ્ડિંગમાં આવેલી બેંકમાં તેમને ગોળી મારી દેવામાં આવી હતી.

તેમના બિઝનેસ પાર્ટનર વિની પટેલ કહે છે કે અમિતે સાપ્તાહિક ડિપોઝિટ જમા કરાવી હતી અને આજે તેની 3 વર્ષની પુત્રીનો જન્મદિવસ ઉજવવાનું આયોજન કર્યું હતું, દીકરી જન્મદિવસ પર તેના પિતા સાથે જે બન્યું તે તે ક્યારેય ભૂલી શકશે નહીં.

કોલંબસના મેયર સ્કિપ હેન્ડરસને જણાવ્યું હતું કે “દરેક કાયદા અમલીકરણ કેસમાં ઝડપી ધરપકડ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે”.

 24 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી