ઝાલોદ : ભાજપના આગેવાન કાઉન્સિલરની હત્યા, ગોધરાકાંડના આરોપી સહિત ચારની ધરપકડ

BJP કાઉન્સિલરની હત્યા માટે અજય કલાલે આપી હતી સોપારી, ચારની ધરપકડ

ઝાલોદ નગરપાલિકાના ભાજપના કાઉન્સિલર હિરેન પટેલની ભેદ ઉકાલાયો છે. દાહોદ એલ.સી.બી પોલીસ અને ગોધરા રેન્જની સાઈબર ક્રાઈમ અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ગુનાનો ભેદ ઉકેલ્યો છે. કાઉન્સિલર હીરેન પટેલની હત્યા કરવામા ઝાલોદના અજય કલાલ, 2002માં ગોધરા રેલ્વે હત્યાકાંડનો આરોપી ઈરફાન પાડા સહિત ચારા લોકોની ધરપકડ કરવામાં આવી છે.

કાઉન્સિલર હિરેન પટેલની હત્યા કરવામા રાજકીય કારણ સામે આવ્યું છે. હિરેન પટેલની હત્યા કરાવવા અજય કલાલે 4 લાખ રૂપિયાની સોપારી આપી હતી. હિરેનભાઇ સાથે બનેલી ઘટના બાદ પાલિકામાં પ્રમુખ પદની ચૂંટણીની અદાવતમાં તેમની હત્યા થઇ હોવાની રજૂઆત આવી હતી. કાઉન્સિલરની હત્યામા હજી પણ મોટા માથાના નામ ખુલે તેવી શક્યતા છે. હત્યાને અકસ્માતમા ખપાવવાનો પ્રયાસ કરાયો હતો.

ઈરાદાપૂર્વક કરાયેલી હત્યાનો દિવસો પહેલાથી પ્લાન ગોઠવાયો હતો. મૃતક હિરેન પટેલની લાંબા સમયથી રેકી પણ કરવામાં આવતી હતી. આ હત્યા કેસમાં સીસીટીવી ફૂટેજનો ઝીણવટભર્યો અભ્યાસ કરાતા એક સફેદ બોલેરોની શંકાસ્પદ હિલચાલ જોવા મળી. એક જ કારના ત્રણ સીસીટીવી ફૂટેજમાં મળતા ઈરાદાપૂર્વક વાહનની ટક્કર માર્યાનું સ્પષ્ટ થયું હતું. જે બાદ મધ્યપ્રદેશના ઉજ્જૈનના મહેદપુર ગામથી વાહન માલિકને શોધી કઢાયો હતો. એલીબીસીની ટીમે બનાવમાં અંજામ આપનાર આરોપીઓને વાહનો સાથે ઝડપી પાડ્યા છે.

 પૂછપરછમાં ગોધરાકાંડના આરોપી ઈરફાન પાડાનું નામ ખૂલ્યું હતું. પોલીસની સખત પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે ઝાલોદના અજય કલાલ નામના શખ્સે ગોધરાકાંડના આરોપી ઈરફાન પાડાનો સંપર્ક કર્યો હતો અને હિરેન પટેલની હત્યા કરવા માટે સોપારી આપી હતી. અજય કલાલ પ્રોહિબિશનના ગુનામાં પાસા હેઠળ જેલમાં હતો. જ્યાં ઈરફાન પાડાના સંપર્કમાં આવ્યો હતો અને જામીન મૂક્ત થયા બાદ બંને ટેલિફોનિક સંપર્કમાં હતા. ઇરફાનને હિરેન પટેલની હત્યાનું કામ સોપતા ઇરફાને તેના મધ્યપ્રદેશના સાગરીત મોહમ્મદ સમીર મુજાવર અને સજજનસિંગ ચૌહાણનો સંપર્ક કરી બંનેને ઝાલોદ બોલાવ્યા હતા.

ગત તારીખ 27મીના સપ્ટેમ્બરના રોજ મોર્નિંગ વોક કરવા નિકળેલા રાજકીય આગેવાનને આરોપીઓએ વાહનની અડફેટે મોતને ઘાટ ઉતારી દીધા હતા.

ઝાલોદના પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ હિરેન પટેલનું તારીખ ૨૭મીના રોજ કોઇ અજાણ્યા વાહનની અડફેટે મોત નિપજ્યુ હોવાનો બનાવ બન્યો હતો. આ ઘટનામાં હિરેન પટેલની હત્યા કરવામાં આવી હોવાની વિગતો તેમના સમર્થકો દ્વારા આરોપ લગાવીને ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. જેના પગલે રાજ્ય પોલીસ વડાના સીધા નિર્દેશથી પોલીસની વિવિધ ટીમે તપાસમાં કામે લાગી હતી. જેમાં તપાસ ટીમે ઝાલોદ નગરના દરેક જગ્યાના સીસીટીવી કેમેરાના ફુટેજોના માધ્યમથી સતત કાર્યરત  કરી મોનીટરીંગ શરૂ કર્યુ હતું.

આ દરમિયાન ઝાલોદના  દાહોદ રોડ ઉપર બનાવ સ્થળ નજીક આવેલ પેટ્રોલ પમ્પ ઉપરના સીસીટીવી ફુટેજની ઝીણવટભરી તપાસમાં બનાવ પહેલા એક સફેદ કલરની બોલેરો જીપ ગાડીની હિલચાલ શંકાસ્પદ જણાઈ આવી હતી. સીસીટીવી ફુટેજમાં આ બોલેરોની  ત્રણ વખત અવર જવર થયાની હાજરી પ્રસ્થાપીત થઈ હતી. બીજા એક સીસીટીવી ફુટેજને ચેક કરતાં મૃતક હિરેન પટેલ મોર્નીંગ વોકમાં ચાલતા જતા જણાઈ આવ્યા હતા.  તેઓની પાછળ ૫૦ મીટર દુર એક વ્યક્તિ પણ  મોર્નિંગ વોકમાં જણાઈ આવ્યો હતો. જે વ્યક્તિને પોલીસે શોધી કાઢી તેની પુછપરછ કરતાં મૃતક હિરેનભાઈને સફેદ કલરની બોલેરોએ ટક્કર મારી નાસી ગયો હોવાનું જણાવ્યું હતુ.

ઝાલોદના ભાજપ કાઉન્સિલર હિરેન પટેલના મોતનો ભેદ ઉકેલાતા સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો. મૃતક હિરેન પટેલની સોપારી આપીને હત્યા કરાવી હોવાનું ખુલતા લોકોના ટોળા ઉમટયા હતા. હિરેન પટેલના સમર્થકોએ ઝાલોદના મુખ્ય બજાર બંધ કરાવ્યા હતા. આ સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો કાફલો ગોઠવી દેવાયો હતો. જોકે, લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા હજુ તપાસ વધુ મજબુત કરવાની ખાતરી અપાતા લોકો શાંત થયા હતા. અને, પોલીસની સમજાવટ બાદ લોકોના ટોળા વિખેરાયા હતા. 

આ અકસ્માત મોતની તપાસમાં આરોપીઓએ કાવતરૂ રચી સોપારી લઇ હિરેન પટેલને બોલેરો ગાડીથી ટક્કર મારી મોત નિપજાવી  હત્યા કરી હોવાનું જાહેર થતાં પોલીસે આયોજનપૂર્વક હત્યા થઇ હોવાનો ગુનો દાખલ કરીને (૧) મહંમ્મદ સમીર મહમ્મદ સહેજાદ મુજાવર રહે. મહેદપુર કેસરપુર (એમ.પી.) (ર) સજ્જનસીંગ ઉર્ફે કરણ વિક્રમસિંહ ચૌહાણ  રહે. શેખાખેડી તા.મહેદપુર (એમ.પી.) (૩)  ઇરફાનભાઇ સીરાજભાઇ પાડા રહે. ગોધરા  (૪) અજય  હિંમત કલાલ રહે.ઝાલોદની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 50 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર