September 18, 2021
September 18, 2021

પત્નીના આડા સંબંધ હોવાની શંકામાં મોટાભાઈની હત્યા

બનાસકાંઠાના શેરગઢ ગામની ઘટના

બનાસકાંઠાના દાંતીવાડાના શેરગઢ ગામે પત્ની સાથે આડા સંબંધોની શંકામાં નાનાભાઈએ મોટાભાઈની કરપીણ હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. હત્યાના પગલે દાંતીવાડા મામલતદાર અને એફએસએલના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યારે દાંતીવાડા પોલીસ સ્ટેશન મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી હત્યારા ભાઈની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, દાંતીવાડાના શેરગઢ ગામે નાનાભાઈએ મોટાભાઈની હત્યા કરી હતી. રતુભાઈ દેવપૂજકે તેની પત્ની સાથે મનમેળ ન હોઈ છૂટાછેડા લીધા હતા અને તે એકલો જ રહેતો હતો. જ્યારે નાનોભાઈ ભરત દેવીપૂજક તેની પત્ની સાથે રહેતો હતો. ભરતને શંકા હતી કે તેના મોટાભાઈના તેની પત્ની સાથે આડા સંબંધો છે. જેના કારણે બંને વચ્ચે અવારનવાર બોલાચાલી અને વિવાદ પણ થતો હતો.

ત્યાર બાદ જ્યારે રાત્રે રતુભાઈ ખાટલામાં સુતા હતા ત્યારે ભરતભાઈએ પોતાના નિંદ્રાધીન મોટાભાઈ રતુભાઈ દેવીપૂજકના માથાના ભાગે ઉપરાઉપરી પાવડાના ઘા મારી તેમની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. 

બનાવને પગલે દાંતીવાડા પોલોસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યારે દાંતીવાડા મામલતદાર તેમજ એફએસએલના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી હતી અને હત્યારા ભરતની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 162 ,  1