September 24, 2020
September 24, 2020

દીકરીને ન્હાતી જોતાં યુવકને ઠપકો આપતા ઉશ્કેરાઈ ગયો, માતા-પુત્રી-સાસુની ધારીયાથી રહેંસી નાખ્યા

ઠપકો આપતાં આરોપી ઉશ્કેરાઈ ગયો અને ધારીયા વડે બાથરૂમમાં નાહી રહેલી દીકરી સહિત ત્રણ મહિલાને મોતને ઘાટ ઉતારી

અમદાવાદના ધોળકાના કેલિયા વાસણા ગામ બે દિવસ પહેલા થયેલી એક જ પરિવારના ત્રણ લોકોની હત્યાનો ભેદ ઉકેલાયો છે. એક બાળકી સહિત ત્રણ લોકોની હત્યા કરવામા આવી હતી. પાડોશમાં રહેતા રાજુભાઈ ચમનભાઈ પટેલ નામના શખ્સે 75 વર્ષિય જસી બહેન પટેલ, 35 વર્ષની મહિલા સુમિત્રા બહેન અને સાત વર્ષની જીયા નામની બાળકીની કરપીણ હત્યા કરી હતી. જોકે હત્યા પાછળનું કારણ શું હતું આખરે પોલીસે શોધી કાઢી છે.

ક્રાઈમ બ્રાન્ચ સઘન પૂછપરછ બાદ આરોપી હત્યા પાછળનું કારણ બતાવ્યું હતું. આરોપી બાથરૂમમાં નાહતી દીકરીને જોઈ રહ્યો હતો. આ દરમિયાન દીકરીની માતા જોઇ જતાં તેને ઠપકો આપ્યો હતો. જોકે આરોપીને ઠપકો આપતાં ઉશ્કેરાઈ ગયો હતો. અને ઘરમાંથી ધારીયુ લઇ આવી એક જ પરિવારના ત્રણ વ્યક્તિની ધારીયાના ઘા ઝીંકી ક્રુરતાપૂર્વક હત્યા.

ઘટનાની વિગત મુજબ, ધોળકા તાલુકાના કેલીયા-વાસણા ગામે રહેતાં રાજુભાઈ ચમનભાઈ પટેલે જશીબેન રમણભાઈ પટેલ ઉ.વ.75 (સાસુ), સુમીત્રાબેન વિજયભાઈ પટેલ ઉ.વ.35 (માતા) અને જીયા વિજયભાઈ પટેલ ઉ.વ.7 (પુત્રી)ની ઘાતકી હત્યા કરી હતી.

હત્યાની જાણ થતાં જ અમદાવાદ ગ્રામ્ય એસપી સહિત ધોળકા રૂરલ પોલીસ કાફલો, ડીવાયએસપી, પીઆઈ સહિતનાઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં અને આરોપી રાજુભાઈ ચમનભાઈ પટેલને ગણતરીની મીનીટોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

પોલીસે આરોપીને પકડીને તેની સઘન પુછપરછ કરતા માલુમ પડ્યું છે કે, આરોપી મૃતક મહિલાના પાડોશમાં રહેતો હતો. પાડોશમાં રહેતી દીકરી બાથરૂમમાં નાહી રહી હતી, તે સમયે આરોપી તે તરફ નજર રાખી રહ્યો હતો. જેથી આરોપીને મહિલાએ ઠપકો આપ્યો કે, મારી દીકરી નાહી રહી છે તું કેમ જોઈ રહ્યો છે? જેથી આરોપી ઉશ્કેરાઈ ગયો અને ધારીયા વડે બાથરૂમમાં નાહી રહેલી મહિલા સહિત ત્રણ મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

 252 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર