ભોપાલમાં ફ્રાંસનો વિરોધ, હજારો મુસ્લિમો રસ્તા પર ઉતરી આવતા CM શિવરાજ લાલઘૂમ, આપ્યા કડક આદેશ

ભોપાલમાં સેંકડો મુસ્લિમોએ કર્યો દેખાવો, શિવરાજ બલ્યા – દોષિતોને છોડવામાં નહીં આવે

ઇસ્લામી આતંકવાદ સામે યુદ્ધ છેડવાની ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંની જાહેરાતના વિરોધમાં મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં સેંકડો મુસ્લિમોએ દેખાવો કર્યો હતો. આ પ્રસંગે મેક્રોંની છબી પર લાલ ચોકડી મારીને એમની વિરુદ્ધ સૂત્રો પોકારાયાં હતાં.

જો કે રાજ્યના મુખ્ય પ્રધાન શિવરાજ સિંઘે તરત કડક પગલાંની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે મધ્ય પ્રદેશ એક શાંત રાજ્ય છે. અહીં કોઇ પ્રકારની આવી પ્રવૃત્તિ ચલાવી લેવામાં નહી્ં આવે. તેમણે પોલીસને કડક હાથે કામ લેવાની તાકીદ કરી હતી. ઇન્ડિયન પીનલ કૉડની 188મી કલમ લાગુ પાડીને કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો.

ભોપાલના ઈકબાલ મેદાનમાં કોંગ્રેસ ધારાસભ્ય આરિફ મસૂદના નેતૃત્વમાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા અને ફ્રાન્સના રાષ્ટ્રપતિના વિરોધના નામે સૂત્રોચ્ચાર કર્યા. હવે આ મામલે શિવરાજ સરકારે કડક વલણ અપનાવ્યું છે. 

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ મામલાને ગંભીરતાથી લીધો છે. મળતી માહિતી મુજબ શિવરાજ આ ધરણા પ્રદર્શનથી સખત નારાજ છે. શિવરાજે આ મામલે દોષિતો પર કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. એક ટ્વીટમાં શિવરાજે લખ્યું છે કે મધ્ય પ્રદેશ શાંતિનો ટાપુ છે. તેની શાંતિને ભંગ કરનારા લોકોને અમે પૂરેપૂરી કડકાઈથી પહોંચી વળશું. આ મામલે 188 IPC હેઠળ ગુનો નોંધી કાર્યવાહી થઈ રહી છે. કોઈ પણ દોષિતને છોડવામાં નહીં આવે. પછી ભલે તે ગમે તે હોય. 

 62 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર