અખિલેશ-માયાવતી મુસલમાન શબ્દ બોલતા ડરે છે – ઓવૈસી

હિંદુ મત ન મળતા લોકસભાની ચૂંટણી હાર્યા

AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ સપા અને બસપા પર નિશાન સાધી આકરા પ્રહારો કર્યા છે. તેમણે મુસલમાનો મુદ્દે યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને માયાવતીને આડે હાથ લઇને કહ્યું કે, તેમને તો મુસલમાન શબ્દ બોલવામાં પણ ડર લાગે છે. આ ઉપરાંત તેમણે ઉત્તર પ્રદેશમાં ધર્માંતરણના આરોપસર તપાસ અંતર્ગત લેવાયેલા IAS અંગે કહ્યું કે, આ બધું જાણી જોઈને કરવામાં આવી રહ્યું છે. 

ઓવૈસીને એવો સવાલ કરવામાં આવ્યો હતો કે, શું તમારા આવવાથી ઉત્તર પ્રદેશમાં મુસલમાનોના મતમાં ભાગલા પડશે? તેના જવાબમાં ઓવૈસીએ કહ્યું કે, આ ચૂંટણીમાં ફક્ત મુસલમાનો જ મત નહીં આપે. તેમણે અન્ય ધર્મ અને જાતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ બધા પણ મતદાન માટે જશે. તેમના કહેવા પ્રમાણે તે ઉભા રહ્યા છે એટલે સપા અને બસપાને નુકસાન નથી થઈ રહ્યું, તેમને એ કહેવું જોઈએ કે સપા પ્રમુખના પરિવારના 3 લોકો કઈ રીતે લોકસભા ચૂંટણી હારી જાય છે? તેઓ એટલા માટે હાર્યા કારણ કે, તેમને હિંદુ મત ન મળ્યા. 

પોતાની વાત આગળ વધારતા ઓવૈસીએ કહ્યું કે, તે મોઢેથી મુસલમાન બોલતા ડરે છે. તે સમજે છે કે, મુસલમાનને બોલીએ તો.. મુસલમાન તેમનો કેદી છે. મુસલમાન તેમનાથી ડરીને રહેશે. અમારાથી અમે ડરીને કેમ રહીએ. ભાજપ જો જીતી રહ્યું છે તો મુસ્લિમ વોટથી નથી જીતી રહ્યું. જે મુસલમાનોને જણાવે છે કે તમારી જિંદગી અને મૃત્યુનો સવાલ છે, કઈ ચૂંટણી જિંદગી અને મોતની નહોતી?

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી