આર્ટિકલ 370થી ધ્યાન ભટકાવવા મારા પિતાની ધરપકડ થઇ છે, હું ધરણા કરીશ : કાર્તિ

પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમની INX મીડિયા કેસમાં સીબીઆઆઈએ બુધવારે મોડી રાતે ધરપકડ કરી છે. આ અંગે ચિદમ્બરમના દીકરા કાર્તિએ ગુરુવારે કહ્યું કે, અનુચ્છેદ 370ના મુદ્દા પરથી ધ્યાન હટાવવા માટે પિતાની ધરપકડ કરાઈ છે. સીબીઆઈની કાર્યવાહી એક રાજકીય રમત છે.

કાર્તિએ કહ્યું કે, મારા પિતાની ધરપકડ કરવી એ તો ટીવીના રિયાલીટી શો જેવું છે. એક પણ વખત ઈમાનદારીથી તપાસ કરવામાં આવી નથી. જે લોકો આ કેસની તપાસ કરી રહ્યા છે તે પણ સત્ય જાણે છે કે આવો કોઈ મામલો નથી. આ ખેલ ફક્ત થોડા ઘણા લોકોને ખુશ કરવામાં રમાયો છે.

ભારતમાં એક દુર્ભાગ્ય છે કે અહીં તપાસ ખતમ કરવા માટેની કોઈ સમયમર્યાદા નથી. આ તપાસ હંમેશા ચાલુ રહે છે. કોઈને પણ હેરાન કરવા માટે આ એક ધારદાર હથિયાર જેવું છે. મારા પિતા દર વખતે પુછપરછ કરવા માટે એજન્સી સમક્ષ હાજર થયા છે.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી