‘મારું નામ સુનિતા ઝવેરી છે, દંડ નહિ ભરું, જે થાય તે તોડી લો’ મહિલાએ પોલીસનો કોલર પકડ્યો

યુવક શર્ટ કાઢી ફરવા લાગ્યો, પોલીસે યુવક-યુવતી સામે ફરિયાદ નોંધી ધરપકડ કરી

માસ્ક પહેરવા મુદ્દે પોલીસ-પબ્લીક વચ્ચે વધી રહ્યાં છે ઘર્ષણના કિસ્સા

કોરોનાની મહામારીમાં સરકારે દરેક વ્યક્તિ માટે માસ્ક ફરજીયાત બનાવ્યું છે અને જો કોઈ વ્યક્તિ માસ્ક પહેર્યા વગર બહાર નીકળે છે તો તેની સામે પોલીસ દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો કે, માસ્ક પહેરવા મુદ્દે પોલીસ-પબ્લીક વચ્ચે સતત ઘર્ષણના કિસ્સા વધી રહ્યાં છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો શહેરના ગોમતીપુર વિસ્તારમાં બન્યો છે. જેમાં માસ્ક ન પહેરનાર મહિલાએ પોલીસનો કોલર પકડી કહ્યું હતું કે, ‘મારું નામ સુનિતા ઝવેરી છે, દંડ નહિ ભરું, જે થાય તે તોડી લો’. જ્યારે પોલીસ મથક ગયા બાદ યુવકે ત્યાં શર્ટ કાઢી નાંખ્યો હતો અને ફરવા લાગ્યો હતો. આ જોઇ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ મામલે પોલીસે યુવક-યુવતી સામે જુદી જુદી કલમ હેઠળ ફરિયાદ નોંધી ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

એચ ડિવિજન ટ્રાફિક પોલીસના અરવિંદભાઇ મીઠાભાઇ ગઈકાલે સાંજે રખીયાલ કલન્દરી મસ્જિદ પાસે પોતાના સ્ટાફ સાથે ફરજ પર હાજર હતા. તે દરમિયાન અજીત મીલ ચાર રસ્તા તરફથી એક કાર ચાલક આવ્યો હતો. કારચાલકની બાજુમાં બેસેલી મહિલાને માસ્ક પહેર્યું ન હતું. જેથી પોલીસે તેમની કાર અટકાવી હતી. ત્યારબાદ દંપતીને માસ્ક ન પહેરવા બદલ રૂપિયા એક હજારના દંડ ભરવા માટે જાણ કરી હતી.

જો કે મહિલાએ કહ્યું હતું કે દંડ નહિ ભરું, જે થાય તે તોડી લો. જેથી પોલીસ કર્મચારીએ તેઓને દંડ ભરપાઈ કરવા માટે કહેતા જ મહિલા ઉશ્કેરાઈ ગઈ હતી. અને કહેવા લાગી ચાલ તારી સાથે પોલીસ સ્ટેશન આવું તું શું કરી લઈશ. જેથી પોલીસ કર્મચારીએ મહિલા અને તેની સાથેના માણસોને લઈને ગોમતીપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જોકે પોલીસ સ્ટેશન પહોંચ્યા તેઓએ દોડાદોડી કરીને ભાગવાની કોશિશ કરી હતી પરંતુ પોલીસે તેઓને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

જ્યારે મહિલાની સાથે આવેલા અન્ય એક વ્યક્તિએ વિડિયો રેકોર્ડિંગ કરવાનું પણ શરૂ કર્યું હતું. જેથી પોલીસે તેને અટકાવતા મહિલાએ પોલીસનો કોલર પકડી તેને ધક્કો મારીને પાડી દેવાની કોશિશ કરી હતી અને વિડિયો ઉતારનાર શખ્સે પોલીસને ધમકી આપી હતી કે મારું નામ રોહિત જયેન્દ્ર ઝવેરી છે. હું નવાવાડજ રહું છું તું મને ઓળખતો નથી તારા પટ્ટા ઉતરાવી દઈશ. તેમ કહીને પોતાની પહેરેલી ટી-શર્ટ કાઢીને પોલીસ સ્ટેશનમાં ફરવા લાગ્યો હતો અને મન ફાવે તેમ ગાળો બોલતો હતો.

પોલીસ એ તેને સમજાવતા કહ્યું હતું કે જમાદાર ક્યાંય ખોવાઈ જશો, હજી પણ કહું છું એમને જવા દો નહિ તો કાલે તમારો પત્તો નહી લાગે. એમ કહીને ધમકી આપી હતી. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી રોહિત જયેન્દ્રભાઇ ઝવેરી અને સુનીતા જયેન્દ્રભાઇ ઝવેરીની ધરપકડ કરી વધુ તપાસ આદરી છે.

હું તારા વિરુદ્ધ માં કેવી લૂંટની ફરિયાદ દાખલ કરાવું છું- મહિલાની ધમકી

યુવક-યુવતીને પોલીસ મથક લઇ ગયા ત્યારે માસ્ક ના પહેરેલ મહિલાએ ધમકી આપી હતી કે મારું નામ સુનિતા ઝવેરી છે, જે પણ ફરિયાદ મારા વિરુદ્ધ કરવી હોય તે કરી લેજો પછી હું તારા વિરુદ્ધમાં કેવી લૂંટની ફરિયાદ દાખલ કરાવું છું. જો કે, પોલીસે આવી ધમકી આપવા બદલ પણ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 71 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર