નસવાડી : ‘મારી સાથે પત્નીએ દગો કર્યો…’ ઝેર ગામના યુવકે ઝેર પીને કર્યો આપઘાત : Video વાયરલ

આપઘાત પહેલા પતિનો આખરી વીડિયો, કહ્યું- મારા મોત પાછળ મારી પત્ની જવાબદાર

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઝેર ગામમાં એક યુવકે પત્નીના ત્રાસથી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. મોત પહેલા યુવકે એક વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં પત્ની સામે ગંભીર આક્ષેપ કરે છે. એટલું જ નહીં, મોત પાછળ પત્ની જવાબદાર હોવાનું પણ યુવક જણાવે છે. ત્યારે આ હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

વિગત મુજબ, નસવાડી તાલુકાના ઝેર ગામમાં રહેતા વિજયભાઈ શાંતિલાલ રાઠવા જેઓ કાઠિયાવાડ મજૂરી કામ કરતા હતા. ત્યારે તેમની પત્ની તે રિસાઈને તેના પિયર નસવાડી તાલુકાના છકતર ઉમરવા આવી ગઈ હતી. રિસાઈને આવી હોવાનું અંદાજિત દોઢ મહિનો થયેલો હોવાને કારણે વિજયભાઈ તેમની પત્નીને તેડવા આવ્યો હતો. વિજયભાઇના બે સંતાન છે જેમાં તેમને મોટી દીકરી એંજલ (4 વર્ષ)ની છે.અને નાનો દીકરો સ્વરજકુમાર તેની ઉંમર દોઢ વર્ષ છે. ત્યારે વિજય ભાઈ પોતાની પત્ની ને તેડવા પત્નીના પિયરમાં ગયેલ પરંતુ તેમની પત્ની આવેલ નહિ અને વિજય ભાઈને માર માર્યો હોવાનું પોતે બનાવેલ વીડિયોમાં જણાવ્યું હતું.

વિજયભાઇ પોતાની પત્નીને તેડવા પત્નીનાં પિયરમાં ગયા હતા. તેમની પત્ની જો કે કોઇ પ્રકારે માનવા માટે તૈયાર નહોતી. આ ઉપરાંત તેમની પત્નીએ વિજયભાઇને માર પણ માર્યો હતો. જેથી ખુબ જ લાગી આવતા વિજયભાઇએ પરત આવીને વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં તેમણે પોતાની વ્યથા વર્ણવી હતી. જો પોતે આત્મહત્યા કરે તો તેમના માટે સંપુર્ણ પણે તેમની પત્ની જ જવાબદાર છે તેવું જણાવ્યું હતું. મારી પત્નીના ત્રાસથી હું આત્મહત્યા કરવા જઇ રહ્યો છું તેવું તેમણે જણાવ્યું હતું. 

વીડિયોમાં પોતાની આત્મહત્યા માટે પત્ની જવાબદાર હોવાનું જણાવ્યું હતું. તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું. હાલ તેમની આત્મહત્યા પહેલાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વીજયભાઇના પિતા શાંતિલાલ રણછોડભાઇ રાઠવાએ નસવાડી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ અંગે ફરિયાદ દાખલ કરીને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

 29 ,  1