નડિયાદમાં ફ્લેટ ધરાશાયી, 4 લોકોના મોત

નડિયાદના કપડવંજ રોડ પરના પ્રગતિનગરના પુનેશ્વર એપાર્ટમેન્ટનો ત્રણ માળનો એક બ્લોક શુક્રવારે રાત્રે અચાનક ધરાશાયી થયો હતો. દુર્ઘટનામાં 4 લોકોના મોત થયા છે. જ્યારે 6 લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

દુર્ઘટનામાં 2 લોકોને બચાવી લેવાયા છે. દટાયેલાઓને બહાર કાઢવાની કામગીરીમાં નડિયાદ ફાયરબ્રિગેડ સહિતની બચાવ ટુકડી ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અમદાવાદથી પણ ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી છે. જ્યારે વડોદરાથી એનડીઆરએફની ટીમની પણ પહોંચી છે.

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી