ખેડામાં સંતરામપુરના પરિવારને નડ્યો અકસ્માત, ચાર લોકોના મોત

નડિયાદના મહુધા રોડ પર મંગળપુર પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત

ખેડા જીલ્લાના નડિયાદના મહુધા રોડ પર મંગળપુર પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર વ્યક્તિઓના મોત નિપજ્યા છે. તો અન્ય બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. પરિવાર આણંદના મલાતજમાં માતાજીના દર્શને જઈ રહ્યો હતો, ત્યારે ઈકો કાર પલ્ટી ખાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. 

મહીસાગરના સંતરામપુરના રહેવાસી ભોઈ પરિવારના સદસ્યો મહીસાગરના સંતરામપુરથી આણંદ જિલ્લાના મલાતજ ગામ માતાજીના દર્શન કરવા જઈ રહ્યા હતા, ત્યારે આ દર્દનાક ઘટના બની હતી. મંગળપુર પાટીયા પાસે સામેથી આવતું કન્ટેનર ઈકો કારને અથડાયુ હતું, જેમાં તેમની ઇકો કાર પલ્ટી ખાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઈકો કારમાં 6 લોકો સવાર હતા. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે, જ્યારે ત્રણ વ્યક્તિઓનું સારવાર દરમિયાન મોત થયું છે. ગંભીર રૂપે ઘાયલ એક વ્યક્તિ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નિપજ્યું છે.

મૃત્યુ પામનાર વ્યક્તિઓ નામ

  • સુરેશ અંબાલાલ ભોઈ. સ્થળ ઉપર મોત
  • રાજુભાઈ શનાભાઈ ભોઈ, હોસ્પિટલમાં મોત
  • સંજુભાઈ બારૈયા, હોસ્પિટલમાં મોત 
  • સંજયભાઈ દિલીપભાઈ ભોઈ, અમદાવાદ રીફર થયા હતા સારવાર દરમિયાન મોત 

ઇજાગ્રસ્ત વ્યક્તિઓના નામ 

  • જીતુભાઈ ભુલાભાઈ ભોઈ 
  • આકાશ ડબગર

 79 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી