અગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડમાં કોંગ્રેસના અહમદ પટેલ સહિત 3 નેતાઓનાં નામ, મુખ્ય આરોપીએ કરી કબૂલાત

અગસ્તા ડીલનાં મુખ્ય આરોપીએ લીધું અહેમદ પટેલની સાથે કમલનાથના દીકરા અને ખુર્શીદનું નામ

અગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડના મુખ્ય આરોપી અને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ રાજીવ સક્સેનાએ પૂછપરછ દરમિયાન મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના ભત્રીજા રતુલ પુરી, દીકરા બકુલ નાથ, સલમાન ખુર્શીદ અને અહેમદ પટેલનું નામ લીધું છે. અગસ્તા વેસ્ટલેન્ડ VVIP ચોપર ડીલ કેસમાં ત્રણ અઠવાડિયા પહેલા જ સક્સેનાને વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ ડીલ 3,000 કરોડ રુપિયાની હતી.

સક્સેનાની જાન્યુઆરી 2019માં દુબઈથી ધરપકડ કરવામાં આવી હતી અને ઈડી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. આ મામલામાં સક્સેનાની 385 કરોડ રુપિયાની સંપત્તિને ટાંચમાં લેવામાં આવી હતી. અંગ્રેજી અખબાર મુજબ ઈડી પાસે સક્સેનાનું નિવેદન 1 હજાર પાનામાં નોંધાયેલું છે. સક્સેનાના નિવેદનના નિરિક્ષણથી એવા સંકેત મળે છે કે, અગસ્તા વેસ્ટલેન્ડ ડીલમાં કથિત રુપે કેવી ઉણપો છે. મહત્વનું છે કે,આ ડીલને યૂપીએ- 2 સરકારે રદ કરી દીધી હતી. આ ડીલ 2 કંપનીઓના માઘ્યમથી થઈ હતી. જેમાં સક્સેનાની ઈન્ટરસ્ટેલર ટેક્નોલોજી અને ક્રિશ્વિયન મિશેલની ગ્લોબલ સર્વિસ સામિલ છે. મિશેલ વર્ષ 2018થી જ જેલમાં છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, સક્સેનાએ ઈડીને જણાવ્યું કે, ‘એ સમયે નિર્ણયને પ્રભાવિત કરનારા નેતાઓ અને નોકરશાહોના ફાયદા માટે આ બધું કરવામાં આવ્યું હતું. તેમાંથી કેટલાક પંડનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્ટ્રક્ચર્ડ ટ્રાન્ઝેક્શનમાં લાવવામાં આવ્યા હતા અને તેમાંથી કેટલાક સ્ટ્રક્ચર મે જ બનાવ્યા હતા. એ રસ્તે ભારતમાં રોકાણ કરવામાં આવ્યું હતું.”સક્સેનાની કરવામાં આવેલ પૂછપરછમાં આરોપી ડિફેન્સ ડીલર સુશેન મોહન ગુપ્તા, કમલનાથના દીકરા રતુલ પુરી પર ફોકસ હતું. ગુપ્તા અને પુરી બન્નેની ધરપકડ કરવામાં આવી હતી અને હવે જામીન પર છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, સક્સેનાએ આરોપ લગાવ્યો હતો કે ‘ગુપ્તા અને ખેતાને જે લોકોના નામ લીધા હતા તે ખુદ જ વિશેષ છે. તેણે સત્તામાં પોતાની પહોંચ બતાવવા માટે તાત્કાલીક રાજનીતિકના મોટા લોકોના નામ લીધા. તેમણે ઘણી વખત સલમાન ખુર્શીદ અને કમલ ચાચાનો ઉલ્લેખ કર્યો જે મારા પ્રમાણે કમલનાથ માટે હતો.‘સક્સેનાએ કહ્યું કે, મને ખબર છે કે ઇન્ટર્સટેલર ટેક્નોલોજીસ મુખ્ય કંપની હતી જેની પાસે અગસ્તા વેસ્ટલેન્ડ તરફથી ગેરકાયદેસર ફંડ આવ્યું. તેના માલિક સુશેન મોહન ગુપ્તા હતા જે ગૌતમ ખેતાનના માધ્યમથી તેને ચલાવતા હતા. સુશેન અને ખેતાન સાથે મુલાકાત દરમિયાન તે મોટેભાગે ભારતના રાજેનાતોના નામ લેતા હતા. તેઓ એપીનો ઉલ્લેખ કરતા હતા જેનો સંબંધ એહમદ પટેલ સાથે હતો.” સક્સેનાએ પ્રિસ્ટીન રિવર ઇન્વેસ્ટમેન્ટ કંપનીનો પણ ઉલ્લેખ કરતાં કહ્યું, ‘અમે પ્રિસ્ટીન રિવર ઇન્વેસ્ટમેન્ટ કંપની પાસેથી પણ ફન્ડિંગ લેતા હતા. તેનું મેનેજમેન્ટ બકુલ નાથ માટે જોન ડોશેર્ટી કરે છે. તમાટે ઇંટર્સટેલર અને ગ્લોબલ સર્વિસીસનો ઉપયોગ પ્રિસ્ટીન રિવર ઇન્વેસ્ટમેન્ટથી લોન આપવા માટે કરવામાં આવતો હતો.”

આ મામલે ઇન્ડિયન એક્સપ્રેસે જ્યારે કમલનાથ અને સલમાન ખુર્શીદનો સંપર્ક કર્યો તો તેમણે બન્નેએ આ મામલા સાથે તેમને કોઈ લેવાદેવા ન હોવાનું કહ્યું છે.

 56 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર