આજે ભારતભરમાં નમોત્સવ- મોદીજીને વંદન અને અભિનંદન..

દેશભરમાં ભાજપ દ્વારા રસીકરણ અભિયાન અને રક્તદાન

વડાપ્રધાન બન્યા બાદ 17 જ દિવસમાં ડેમ પર દરવાજા મૂકવાની આપી હતી મંજૂરી

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)
ભારતના સૌથી વધુ લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો 17 સપ્ટે.ના રોજ 71મો જન્મદિન છે. પોતાના જન્મદિને જોકે મોદીજી દેશની સુરક્ષા માટેના કામમાં વ્યસ્ત હશે. તાજિકિસ્તાનના દુશાંબે નામના શહેરમાં 17મીએ શાંઘાઇ સહયોગ સંગઠન(એસસીઓ)ની મહત્વની બેઠક યોજાવાની છે. જેમાં અફગાનની તલિબાન સરકારના સંદર્ભમાં રશિયા, ચીન અને પાકિસ્તાન એક થઇને તાલિબાન સરકારને માન્યતા અંગે કોઇ ઠરાવ મૂકી શકે. મોદીજી દુશાંબે ગયા નથી પણ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર દુશાંબે એટલે કે તાજિકિસ્તનમાં જ્યાં આ શિખર પરિષદ યોજવાની છે ત્યાં પહોંચી ગયા છે. વડાપ્રધાન નવી દિલ્હીથી વર્ચ્યુઅલી તેમાં જોડાશે અને સંબોધન કરશે.

આમ તો ગુજરાતમાં એવી ચર્ચા હતી કે મોદીજી 17મીએ પોતાના જન્મદિને માતા હિરાબાના આશિર્વાદ મેળવવા માટે ગુજરાત આવશે. પરંતુ તેમના આગમનના હજુ સુધી આ લખાય છે ત્યાં સુધી કોઇ નિર્દેશ નથી. એટલે મોદીજીએ દેશ હિતને પ્રથમ અગ્રતા આપી છે. પરંતુ ગુજરાત સહિત સમગ્ર દેશમાં મોદીજીના 71માં જન્મદિને 7100 રામમંદિરોમાં તેમના માટે આરતીના કાર્યક્રમો સહિત સમાજ સેવા માટેના કાર્યક્રમો યોજીને તેમનો જન્મદિન ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જને નમોત્સવ એવુ નામ તેમના ચાહકોએ આપ્યું છે.

મોદીજી અંગે વધારે લખવાનું કે તેમનો પરિચય આપવાનું હવે જાણે કે શબ્દો ટૂંકા પડતા હોય એવી વિરાટ પ્રતિભા તેમણે દેશહિત પ્રથમ…અભિગમ દ્વારા રચી છે. 17 સપ્ટે. 1950ના રોજ ગુજરાતના વડનગરમાં જન્મેલા મોદીજીએ પોતે જે રેલવે સ્ટેશને નાનપણમાં ચા વેચતા હતા તે વડનગર રેલવે સ્ટેશનની કાયાપલટ કરીને નવુ નક્કોર બનાવી દિધુ છે. તેમના જીવનના એક એક પ્રસંગો હવે તો જાણે કે લોકોને મોઢે થઇ ગયા હોય તેમ પ્રચલિત થયા છે.

14 વર્ષ ગુજરાતના મુખ્યમંત્રીપદે અને 7 વર્ષ વડાપ્રધાનપદે રહીને તેમણે ગુજરાતને કેવડિયા ખાતે સરદારસાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાની ભેટ આપવાની સાથે એ સ્થળ આજે એક જોવાલાયક સ્થળોમાં ઉમેરાઇ ગયુ છે, તે મોદીજીને જ આભારી છે.
2014માં વડાપ્રધાન તયા બાદ 17 જ દિવસમાં ગુજરાતના સરદાર સરોવર ડેમ પર દરવાજા મૂકવાના મહત્વના કામને મંજૂરી આપીને ગુજરાતને નર્મદાની ભેટ આપી છે. કેમ કે દરવાજાના અભાવે નર્મદાનું પાણી ડેમ પરથી વહી જતું હતું. જે હવે સંગ્રહ થાય છે અને છેક કચ્છની તરસી ધરા સુધી પહોંચે છે.

ગુજરાત ભાજપ દ્વારા મોદીજીના જન્મદિનને “સેવા અને સમર્પણ અભિયાન” રૂપે ઉજવવાની જાહેરાત થઇ છે.ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો 17 સપ્ટેમ્બર 2021ના રોજ 71મો જન્મદિવસ તેમજ જનસેવક તરીકે 20 વર્ષનો સફળતા પુર્વક કાર્યકાળ પૂર્ણ થવાનો છે તે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા “સેવા અને સમર્પણ અભિયાન” કાર્યક્રમ 17 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર 2021 સુધી એમ કુલ 20 દિવસ કાર્યક્રમ સમગ્ર ગુજરાત ભરમાં યોજાવવાનો છે. જેમાં રકતદાન શિબિરો, વૃક્ષારોપણ વગેરોનો સમાવેશ થાય છે.

નેશનલ ન્યૂઝ પોર્ટલ નેટડાકિયા તરફથી વડાપ્રધાનશ્રી મોદીજીને તેમના 71મા જન્મદિને વંદન અને અભિનંદન..

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી