તનુશ્રી દત્તા છેડછાડ મામલે નાના પાટેકરને મળી ક્લીન ચિટ

બોલિવૂડની અભિનેત્રી તનુશ્રી દત્તા સાથે કથિત રુપથી થયેલી છેડછાડ મામલે નાના પાટેકરને મોટી રાહત મળી છે. મુંબઈ પોલીસે આ કેસમાં અંધેરી કોર્ટમાં બી સમરી ફાઇલ દાખલ કરી છે. નુશ્રી દત્તાએ ગયા વર્ષે એક્ટર નાના પાટેકર વિરૂદ્ધ એક જૂના મામલે યૌન શોષણનો આરોપ લગાવીને મીટૂ અભિયાનની શરૂઆત કરી હતી.

બી. સમરીનો અર્થ એ છે કે આરોપી વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી. આ રીતે પુરાવા વગર આ તપાસ કેવી રીતે હાથ ધરવી. મુંબઇ પોલીસના આ કાર્યથી ચોક્કસપણે તનુશ્રી દત્તાને આઘાત લાગ્યો છે. નુશ્રીએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. મુંબઈ પોલીસે આ કેસમાં તપાસ પણ કરી હતી. હવે, પોલીસને આ તપાસમાં નાના પાટેકર વિરૂદ્ધ એક પણ પુરાવો મળ્યો નથી.

નાના પાટેકરને ક્લીન ચિટ મળતાં જ તનુશ્રી દત્તાએ પ્રતિક્રિયા આપી હતી. તનુશ્રીએ કહ્યું હતું, ‘ભ્રષ્ટ તંત્ર તથા પોલીસે વધુ ભ્રષ્ટ વ્યક્તિ નાના પાટેકરને ક્લીન ચીટ આપી છે. જેના પર ભૂતકાળમાં ઈન્ડસ્ટ્રીઝની કેટલીક મહિલાઓએ પજવણી અને ધાકધમકીના આરોપો મૂક્યા હતાં.’

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી